દુબઈ,
ભારત અને હોંગકોંગ વચ્ચે રમાઈ રહેલી એશિયા કપની લીગ મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં શિખર ધવનની શાનદાર સદી (૧૨૭) અને અંબાતી રાયડુ (૬૦)ની મદદથી ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૮૫ રન બનાવ્યા હતા.
જેના જવાબમાં અત્યાર સુધી હોંગકોંગની ટીમ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૮ વિકેટના નુ ૨૫૯ રન બનાવી શકી હતી અને ૨૬ રને પરાજય થયો હતો.
હોંગકોંગની ટીમે ૨૮૫ના વિશાળ ટાર્ગેટ સામે ખુબ જ શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન નિઝાકત ખાન અને કેપ્ટન અંશુમન રથે ૧૭૪ રનની ભાગીદારી કરીને ભારતીય બોલરોને હંફાવી દીધા હતા. કેપ્ટન અંશુમન રથ ૯૭ બોલમાં ૭૩ રન બનાવીને કુલદીપ યાદવના બોલ પર રોહિતના હાથે કેચઆઉટ થયો હતો. જ્યારે નિઝાકત ખાને હોંગકોંગ તરફથી સૌથી વધુ ૧૧૫ બોલમાં ૯૨ રન બનાવ્યા હતા. ખલીલ અહેમદે તેને એલબી આઉટ કર્યો હતો.
જો કે ત્યારબાદ ભારતીય ટીમના બોલરો સામે હોંગકોંગનો કોઈ પણ ખેલાડી ટકી શક્યો ન હતો, પુરી ટીમ ૨૫૯ રન બનાવી શકી હતી.
જ્યારે ભારત તરફથી પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઝડપી બોલર ખલિલ અહેમદ અને ચહલે અનુક્રમે ૩-૩ વિકેટ અને કુલદીપ યાદવે ૨ વિકેય ઝડપી હતી.