Not Set/ આ કંપની આપે છે હોરર મૂવી જોવાના હજારો રૂપિયા

સામાન્ય રીતે લોકો પોતાના ફ્રી ટાઇમ એટલે કે નવરાશના સમયમાં ફિલ્મો જોવાનું પસંદ કરે છે અને તેના માટે હજારો રૂપિયા ખર્ચ પણ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે હોરર મુવી  જોઈને પણ કમાણી કરી શકાય છે

Trending
14 2 આ કંપની આપે છે હોરર મૂવી જોવાના હજારો રૂપિયા

સામાન્ય રીતે લોકો પોતાના ફ્રી ટાઇમ એટલે કે નવરાશના સમયમાં ફિલ્મો જોવાનું પસંદ કરે છે અને તેના માટે હજારો રૂપિયા ખર્ચ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે હોરર મુવી  જોઈને પણ કમાણી કરી શકાય છે. 13 બિહામણી અને ક્લાસિકલ ફિલ્મો જોનાર વ્યક્તિને એક કંપની 1300 ડોલર એટલે કે આશરે 95,448 નું ઈનામ આપે છે.

કંપની તે વ્યક્તિના માધ્યમથી વધારે અને ઓછા બજેટની ફિલ્મોના ડરના પરિબળોની સરખામણી કરવા માટે તેના હૃદયના ધબકારાનું નિરીક્ષણ કરશે અને તેના માટે તે વ્યક્તિને પૈસા અપાશે.

ફાઇનાન્સબઝ નામની નાણાકીય સલાહ આપતી વેબસાઇટ વિવિધ બજેટવાળી 13 હોરર ફિલ્મો જોવા માટે “હોરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટ” શોધી રહી છે, જેમની મદદથી મોટા બજેટની હોરર ફિલ્મો જોતા સમયે લાગતા ડરની સરખામણી ઓછી બજેટની હોરર ફિલ્મો જોતા સમયે લાગતા ડર સાથે કરવામાં આવશે.

ફિટબિટ ડિવાઇસનો ઉપયોગ ફિલ્મ જોતી વખતે પસંદ કરેલા ઉમેદવારના ધબકારાને ટ્રેક કરવા માટે કરવામાં આવશે. વેબસાઇટ દ્વારા પસંદ કરાયેલી ફિલ્મોમાં એમીટીવિલે હોરર, એ ક્વાઈટ પ્લેસ, એ ક્વાઈટ પ્લેસ પાર્ટ 2, કેન્ડીમેન, ઇંસિડિયસ, ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ, સિનિસ્ટર, ગેટ આઉટ, ધ પર્જ, પેરાનોર્મલ એક્ટિવિટી અને હેલોવીનની 2018 ની રિમેક છે. વેબસાઈટે કહ્યું કે, “આ કામ માટે પસંદ કરાયેલા નસીબદાર ઉમેદવારને 1,300 ડોલરની ચૂકવણી કરવામાં આવશે.

કંપની આ મૂવી મેરેથોન દરમિયાન પહેરવા માટે એક ફીટબિટ અને મૂવી જોવા માટે ખર્ચવામાં આવેલા પૈસા વસુલવા માટે 50 ડોલરનું ગિફ્ટ કાર્ડ અલગથી આપશે.