Not Set/ સાનિયા મિર્ઝા અને કિચેનોકની જોડીનો સેમિફાઈનલમાં પરાજ્ય

સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર યુક્રેનની નાદિયા કિચેનોકને એડિલેડ ઈન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

Sports
22 સાનિયા મિર્ઝા અને કિચેનોકની જોડીનો સેમિફાઈનલમાં પરાજ્ય

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર યુક્રેનની નાદિયા કિચેનોકને એડિલેડ ઈન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે આ જોડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.  ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર અને મહિલા નંબર વન જોડી એશલે બાર્ટી અને સ્ટોર્મ સેન્ડર્સ દ્વારા તેમનો પરાજ્ય થયો છે, એડિલેડ ઇન્ટરનેશનલ એ WTA 500 ટુર્નામેન્ટ છે.બાર્ટી અને સેન્ડર્સે સાનિયા અને કિચેનોકને 6-1, 2-6, 10-8થી હરાવ્યા હતા. મેચ એક કલાક અને પાંચ મિનિટ સુધી ચાલી હતી. સાનિયા અને કિચેનોકની જોડીને પ્રથમ સેટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સાનિયા અને કિચેનોકે બીજા સેટમાં વાપસી કરી હતી અને 6-2થી જીત મેળવી હતી.

છેલ્લા સેટમાં બંને જોડી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી અને મેચ ટાઈ બ્રેકર સુધી પહોંચી હતી. ટાઈ બ્રેકરમાં કોઈ પરિણામ ન આવતા મેચ સુપર ટાઈ બ્રેકર પર પહોંચી હતી. જો કે, તે બાર્ટી અને સેન્ડર્સે જીતી હતી.તેમણે સેટની સાથે સાથે મેચ પણ જીતી લીધી હતી. આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં સાનિયા અને કિચેનોકે અમેરિકાની શેલ્બી રોજર્સ અને ગ્રેટ બ્રિટનની હીથર વોટસનને ત્રણ સેટની મેચમાં 6-0 1-6 10-5થી હરાવ્યા હતા.

 પુરુષોમાં, રોહન બોપન્ના અને રામકુમાર રામનાથનની જોડી એડિલેડ ઇન્ટરનેશનલ 1 ATP 250 ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી હતી. તેણે મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બેન્જામિન બોન્ઝી અને હ્યુગો નાઇસને 6-1, 6-3થી હરાવ્યો હતો. બોપન્ના અને રામનાથન હવે શનિવારે સેમિફાઇનલમાં ટોમિસ્લાવ બાર્કિચ અને સેન્ટિયાગો ગોન્ઝાલેઝની જોડી સામે ટકરાશે.