Not Set/ અફઘાનિસ્તાનમાં મહિલા ફુટબોલ ટીમનું ભવિષ્ય શું હશે ?

દિલ્હીના પ્રમુખ શાજી પ્રભાકરનને પણ અફઘાનિસ્તાન તરફથી વારંવાર ફોન આવી રહ્યા છે અને ત્યાં મહિલા ફૂટબોલનું આયોજન કરનારા લોકો ખૂબ ડરી ગયા છે

Sports
football અફઘાનિસ્તાનમાં મહિલા ફુટબોલ ટીમનું ભવિષ્ય શું હશે ?

તાલિબાનના કબજા સાથેજ ત્યાં તમામ પ્રકારની રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે ફૂટબોલ શરૂ કરવા અને તેને પ્રોત્સાહન આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ફૂટબોલ દિલ્હીના પ્રમુખ શાજી પ્રભાકરન હવે ચિંતિત છે. તેઓ ચિંતા કરી રહ્યા છે કે હવે ત્યાં મહિલા ખેલાડીઓ અને સંચાલકોનું શું થશે.

ફૂટબોલ દિલ્હીના પ્રમુખ શાજી પ્રભાકરનને પણ અફઘાનિસ્તાન તરફથી વારંવાર ફોન આવી રહ્યા છે અને ત્યાં મહિલા ફૂટબોલનું આયોજન કરનારા લોકો ખૂબ ડરી ગયા છે.ફિફાના પ્રાદેશિક વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, શાજી પ્રભાકરન ઘણી વખત અફઘાનિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યા છે. 2012 માં અફઘાનિસ્તાનમાં મહિલા ફૂટબોલની શરૂઆત થઈ ત્યારે પણ શાજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

છેલ્લા 9 વર્ષથી અફઘાનિસ્તાનમાં મહિલા ફૂટબોલને પણ ઘણી લોકપ્રિયતા મળી છે. પરંતુ હવે ભય એ છે કે મહિલા ફૂટબોલ સાથે જોડાયેલા લોકોનું જીવન જોખમમાં હોઈ શકે છે કારણ કે તાલિબાન મહિલા રમતોને ટેકો આપતા નથી.કાબુલ સહિત વિવિધ રાજ્યોમાં મહિલાઓ માટે ફૂટબોલનું આયોજન કરનાર સંચાલકોએ પણ શાજી પ્રભાકરને ફોન કર્યો હતો કે તેમનો જીવ જોખમમાં છે. આ પછી ત્યાંનું ભારતીય દૂતાવાસ બંધ હતું અને તેમને ભારત માટે વિઝા અરજી કરવાનો સમય અને તક મળી ન હતી. સાજી આ બધા લોકોના ભવિષ્યની ચિંતા કરે છે.