Sports/ ધોનીએ હાર પાછળનું બતાવ્યું કારણ, સદી ફટકારનાર ઋતુરાજને લઇને શું કહી વાત

ધોનીએ મેચ આગળ જણાવ્યું હતું કે, અમે ફિલ્ડીંગ સેટ કરવા અંગે મેદાનમાં ખૂબ સારી રીતે નિયમો પ્રમાણે જગ્યાનો ઉપયોગ કરી શકતા હતા.

Sports
dhoni csk ધોનીએ હાર પાછળનું બતાવ્યું કારણ, સદી ફટકારનાર ઋતુરાજને લઇને શું કહી વાત

IPL 2021 ની 47 મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં સાત વિકેટથી CSK હારી ગયું હતું. CSK ની ટીમ પહેલેથી જ પ્લે ઓફમાં પોતાનું સ્થાન નક્કી કરી ચુક્યું છે અને તે ટેબલ લીસ્ટમાં પણ ટોપ પર ચાલી રહ્યું છે. હાર પછી ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ટીમને ભૂલમાંથી પાઠ લઈને આગળ વધારવામાં આવશે. તેમણે સદી ફટકારનાર ઋતુરાજના પણ વખાણ કર્યા હતા.

ધોનીએ વધુમાં જણાવ્યું હતું કે, ટોસ હારવો અમારા માટે મુશ્કેલ રહ્યો હતો. 190 નો સ્કોર સારો હતો પરંતુ ઓસે વિકેટને ફ્લેટ કરી દીધી હતી અને બોલ ખૂબ જ સારી રીતે આવવા લાગ્યા હતા. આ પરિસ્થિતિની અંદર ખૂબ જ સારી રીતે બેટિંગ કરવાની જરૂરિયાત હતી અને તેમણે તેવી જ રીતે કરીને બોલર્સ પર દબાણ બનાવ્યું હતું. તેમણે પહેલી છ ઓવરની અંદર જ ગેમને અમારી પાસેથી છીનવી લીધી હતી. ધોનીએ મજાકિયા અંદાજમાં વાત કરતા કહ્યું હતું કે, જે પ્રમાણે તેઓ બેટિંગ કરી રહ્યા હતા તે પ્રમાણે જોઇને લાગતું હતું કે, 250 નો સ્કોર તેમના માટે બરોબર છે.

ઋતુરાજના વખાણ કરતાં ધોનીએ કહ્યું હતું કે, જયારે તેમના સ્પિનર બોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોલ થોડીકવાર રોકાઈને આવતો હતો પરંતુ ત્યારબાદ બધું જ સામાન્ય થઇ ગયું હતું અને તેના જ કારણે રુતુરાજે ખૂબ જ સારી રીતે બેટિંગ કરી છે. તમે જયારે મેચ હારો છો ત્યારે આ બધું જ ભુલાઈ જાય છે પરંતુ ઋતુરાજની આ સદી યાદ રહે તેવી છે.

ruturaj ધોનીએ હાર પાછળનું બતાવ્યું કારણ, સદી ફટકારનાર ઋતુરાજને લઇને શું કહી વાત

ધોનીએ મેચ આગળ જણાવ્યું હતું કે, અમે ફિલ્ડીંગ સેટ કરવા અંગે મેદાનમાં ખૂબ સારી રીતે નિયમો પ્રમાણે જગ્યાનો ઉપયોગ કરી શકતા હતા. આ હારને ભૂલવું મહત્વપૂર્ણ છે પરંતુ આ મેચથી ઘણું ખરું શીખવું પણ જરૂરી છે કારણકે પ્લે ઓફ મેચમાં આવું કઈક શીખવું તે કોઈ મતલબ રહેતો નથી.