Not Set/ સુરતમાં પિતાના બર્થ ડે પર દીકરાએ આપી ચંદ્ર પર એક એકર જમીનના ટૂકડાની ભેટ

રવજીભાઈના દીકરાએ તેના પિતાના બર્થ ડે પર ચંદ્ર પરની જમીનનો એક નાનકડો ટુકડો ભેટમાં આપ્યો છે. હવે પિતા ચંદ્રના માલિક બન્યા છે,

Gujarat Surat
પિતાના બર્થ ડે

આજકાલ લોકો જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે જેથી તેઓ જીવનભર તેમના જન્મદિવસની ઉજવણી યાદ રાખી શકે. વળી તમે જન્મદિવસની ઘણી ઉજવણી જોઈ પણ હશે, આજે અમે તમે એક દીકરાએ તેના પિતાનો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો છે કે તેના પિતાની સાથે સાથે દરેક લોકો ખુશ થયા છે. જણાવીએ કે, સુરતમાં જન્મદિવસની ઉજવણી થોડી અલગ રીતે કરવામાં આવી હતી.શહેરમાં હીરાના કારખાનામાં હીરા કામદાર તરીકે કામ કરતા 61 વર્ષીય રવજીભાઈનો જન્મ 1 ઓક્ટોબરના રોજ થયો હતો.ત્યારે રવજીભાઈના પરિવારે પહેલી વખત તેમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રવજીભાઈને જાણ કરવામાં આવી ન હતી. પરિવારના સભ્યો તેમને સરપ્રાઈઝ આપી હતી.

આ પણ વાંચો :અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડવાથી 5 વર્ષની બાળકીનું મોત

આપને જણાવી દઈએ કે રવજીભાઈના દીકરાએ તેના પિતાના બર્થ ડે પર ચંદ્ર પરની જમીનનો એક નાનકડો ટુકડો ભેટમાં આપ્યો છે. હવે પિતા ચંદ્રના માલિક બન્યા છે, 1 ઓક્ટોબરના રોજ તેમનો જન્મદિવસ હતો. તેથી તેમના જન્મદિવસ પર તેમના પરિવારે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ દિવસે તેમનો આખો પરિવાર એકઠો થયો હતો.

રવિજીભાઈનો દીકરો જન્મદિવસની ઉજવણી માટે કેક લાવ્યો અને પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને કેક કાપી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ત્યારબાદ રવિજીભાઈને જન્મદિવસની ભેટ આપવાનો સમય આવ્યો. ત્યારે રવજીભાઈના દીકરા શૈલેશે તેને પેક કરેલું પાર્સલ આપ્યું અને તેને ખોલવાનું કહ્યું. ત્યારે રવિજીભાઈએ તેને ધીરે ધીરે ભેટનું પેકેટ ખોલ્યું, તેની અંદરથી પૃથ્વી પર કોઈ જમીન ખરીદવા માટે કાગળ નહોતો, પણ ચંદ્ર પર એક એકર જમીન ખરીદવાની કાગળો હતા. જેમાં લખ્યુ હતું કે, તેઓ ચંદ્ર પરની એક એકર જમીનના માલિક છે.

a 39 સુરતમાં પિતાના બર્થ ડે પર દીકરાએ આપી ચંદ્ર પર એક એકર જમીનના ટૂકડાની ભેટ

આ પણ વાંચો : આ વર્ષે પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય

રવજીભાઈને તેમના 61 મા વર્ષના જન્મદિવસ પર આવી ગિફ્ટ મળશે તેવુ તેમને સપનામાં ય ખ્યાલ ન હતો. આખો પરિવારે તેમની આ ખુશીને વધાવી લીધી હતી. તેમના નાના પુત્ર શૈલેષ માલવિયાએ તેમને ચંદ્ર પરની જમીનનો ટુકડો ભેટ આપ્યો હતો.

રવજીભાઈનો દીકરો પિતાના બર્થ ડે પિતાને ખાસ ગિફ્ટ આપવા માંગતા હતા. તેથી તેમણે ચંદ્ર પરની જમીન વેચતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. બે મહિના પહેલા જમીન ખરીદવા માટે તેમને ઈ-મેલ કર્યો હતો.  ચંદ્ર પર જમીન મેળવવામાં બે મહિના લાગ્યા અને રજિસ્ટ્રેશન ફી તરીકે 37 ડોલર ચૂકવ્યા છે, તેઓને ખબર નથી કે આગળ તેમને કેટલું ચૂકવવું પડશે. છતા તેઓ પિતાને ભેટ આપવા માટે ગમે તેટલા રૂપિયા ચૂકવવા તૈયાર છે.

આ પણ વાંચો : રાજયમાં ટૂંકસમયમાં જ તલાટીની ભરતી થશે, અગાઉનીપરીક્ષા રદ કરાઈ

આ પણ વાંચો :ડાકોરનું પ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર વિવાદમાં, મંદિરને મારી દેવાયા તાળા