લાખો લોકોની આસ્થા સમાન ડાકોરના રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર વિવાદમાં આવી ગયું છે. પૂર્વ સેવકની પુત્રીઓને સેવા માટે મંદિરમાં પ્રવેશને લઈને આ વિવાદ સર્જાયો છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આવો વિવાદ સર્જાયો છે.
પૂર્વ સેવકની પુત્રીઓના પ્રવેશ મુદ્દે વિવાદ
કૃષ્ણભક્તોની દુભાઈ લાગણી
ડાકોરના ઠાકોર એટલે કે રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર વિવાદમાં આવી ગયું છે. મંદિરના પૂર્વ સેવકની બે પુત્રીઓના પ્રવેશને લઈને આ વિવાદ સર્જાયો છે. અમદાવાદના ઈસનપુરમાં રહેતા ઈન્દિરાબહેન અને ભગવતી બહેનના પિતા કૃષ્ણલાલ સેવક ડાકોર મંદિરમાં સેવક તરીકે કામ કરતા કરતા હતા. જેથી બંને બહેનોએ પણ મંદિરમાં સેવા કરવાની માગ કરી હતી. પરંતુ તેઓ જેવા મંદિરે પહોંચ્યા કે મંદિરના દરવાજા બંધ કરી દેવાયા.
ઈન્દિરાબહેનનો દાવો છે કે આ સમગ્ર મામલો નડિયાદ સિવિલ કોર્ટ પહોંચ્યો હતો અને નડિયાદ સિવિલ કોર્ટે તેમના તરફી ચુકાદો આપ્યો છે. પરંતુ મંદિર સમિતિ તેમને સેવા કરવા નથી દઈ રહી..
આ તરફ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાઓએ ભગવાનની પૂજા નથી કરી. અને વર્ષો પહેલાં એવા કરાર થયેલા છે કે સેવકના માત્ર દીકરાઓ જ પૂજા કરશે.
મંદિર સમિતિનું કહેવું છે કે પૂર્વ સેવકની પુત્રીઓ હોવાથી તેમના વારા વખતે કોઈ પ્રતિનિધિ નિમવાનું કહેવામાં આવે છે અને આ પહેલાં પણ તેમણે સેવા માટે પ્રતિનિધિ નિમેલા છે. ઉપરાંત તેમના વારા વખતે જે કોઈ ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે છે તેમાંથી તેમને પ્રસાદ આપવામાં આવે છે. આમ છતાં જો કોર્ટનો હુકમ તેમને મળશે તો તેમને સેવા કરવા દેવામાં કોઈ વાંધો નથી. ત્યારે આ વિવાદ જલ્દી ઉકેલાય તેવું શ્રદ્ધાળુઓ ઈચ્છી રહ્યા છે.
મહાભારત / એકલવ્યનો જન્મ શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા બાદ દ્રૌપદીના ભાઈ તરીકે થયો હતો
સર્વ પિતૃ અમાવસ્યા 2021 / જાણો સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે? અને આ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ
મિત્રતા / જાણો તમારી કુંડળીના ગ્રહોથી તમારો મિત્ર કેવો હશે
રત્ન ભંડાર / રત્નોથી પણ ઘણા રોગોની સારવાર શક્ય છે, જાણો નવગ્રહોના મુખ્ય રત્નો
