અમદાવાદ/ સ્કુલમાં નમાજ પઢવાના વિવાદ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી નોટીસ

અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નમાઝ પઢવાનું શીખવવામાં આવતું હતું. જે અંગે વીડિયો સામે આવ્યા બાદ વીએચપીના આગેવાનો સ્કૂલે પહોંચ્યા હતા

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 15 સ્કુલમાં નમાજ પઢવાના વિવાદ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી નોટીસ

Ahmedabad News: રાજ્યમાં અવારનવાર યુનિવર્સિટી, શાળા અને જાહેર સ્થળે નમાજ પઢવાનો મુદ્દો પ્રકાશમાં આવતો હોય છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત  ફ્યુચર સ્કૂલ અગાઉ ફી મામલે વિવાદમાં આવી હતી અને હવે નમાજ પઢાવવાના આક્ષેપ સાથે વિવાદમાં આવી છે. જે બાદ હિન્દુ સંગઠનો દ્વારા આપત્તિ દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ સ્કૂલ દ્વારા માફી પત્ર લખીને આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નમાઝ પઢવાનું શીખવવામાં આવતું હતું. જે અંગે વીડિયો સામે આવ્યા બાદ વીએચપીના આગેવાનો સ્કૂલે પહોંચ્યા હતા અને સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે દરમિયાન શિક્ષક સાથે મારામારી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

content image e3698df3 da0f 4b28 86ec ba5f4a43d2ed સ્કુલમાં નમાજ પઢવાના વિવાદ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી નોટીસ

સ્કૂલ ઘાટલોડિયા વિસ્તારમાં આવી છે, આ વિસ્તાર CM ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર પણ છે. હિન્દુ સંગઠનો દ્વારા કહેવાયું કે, એક પક્ષને ખુશ કરવા માટે નમાજનું જ્ઞાન અમારા બાળકોને શા માટે આપવામાં આવ્યું? અમે બાળકોને સ્કૂલમાં શિક્ષા આપવા માટે મોકલીએ છીએ. ધર્મનું જ્ઞાન આપવા અમે સક્ષમ છીએ. હિન્દુ બાળકોને નમાજ શીખવવાની જરૂર નથી. હિન્દુ સ્કૂલ છે તો હિન્દુ ધર્મનું જ્ઞાન આપવામાં આવે.

આ ઘટનાથી વિવાદ ઊભો થયો હતો અને હિન્દુ સંગઠનો તથા વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સ્કૂલે માફી માંગી હતી અને માફીપત્ર લખ્યો હતો. સ્કૂલે લખ્યું હતું કે, અમારી સ્કૂલ દ્વારા નમાજનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને નમાજની પદ્ધતિ એક વિદ્યાર્થી દ્વારા શીખવાડવામાં આવી હતી. હિંદુ સંગઠનો અને વાલીઓના ધ્યાને આ વાત આવી હતી અને તેમણે સ્કૂલ મેનેજમેન્ટ સાથે આ અંગે વાતચીત કરી હતી. સ્કૂલે આ અંગે ખાતરી આપી હતી કે તે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેનું ધ્યાન રાખશે.

અમદાવાદની કેલોરેક્ષ સ્કૂલમાં નમાજને લઈને શિક્ષણમંત્રી એક્શનમાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઘટનાને લઈને સમગ્ર રિપોર્ટ મગાવ્યો છે. શાળામાં વિવાદના મુળ સુધી પહોંચવા શિક્ષણમંત્રીએ સૂચના આપી છે. શાળામાં શિક્ષણના કાર્ય પર ભાર મૂકવા સૂચના અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ શિક્ષણમંત્રીને ઝડપથી રિપોર્ટ સોંપવા DEOને તાકીદ કરી છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર