પેપર લીક મામલો/ ગાંધીનગરમાં યુવરાજ સિંહે અસિત વોરાને આપ્યું આવેદન પત્ર

આમ આદમી પાર્ટીના વિધાર્થી પાંખના નેતા યુવરાજ સિંહ દ્વારા પ્રેસ કોફરન્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પરીક્ષાના પેપર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લીક થયા છે

Top Stories Gujarat
paperlik ગાંધીનગરમાં યુવરાજ સિંહે અસિત વોરાને આપ્યું આવેદન પત્ર
  • ગૌણ સેવા પસંદગીની પરીક્ષાનું પેપર લીક મામલો
  • ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ યુવરાજસિંહની ફરિયાદ
  • યુવરાજ સિંહે પુરાવા રજુ પેપર લીકના પુરાવા રજૂ કર્યા
  • ગાંધીનગરમાં અસિત વોરાને આપ્યું આવેદન પત્ર

ગૌણ સેવા પંસદગીની પરિક્ષા મામલે પેપર લીક મામલે રાજકીય ભૂંકપ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે આપના વિધાર્થી વિંગ ના નેતા યુવરાજ સિંહે આ મામલે અનેક પુરાવા રજૂ કર્યા હતા અને અનેક સવાલો ઉભા કર્યા છે જેના અંતર્ગત યુવરાજ સિંહે ગૈાણ સેવા પસંદગી મંડળ સમક્ષ આવેદન આપ્યું છે. આ આવેદન ગાંધીનગરમાં અસિત વોરાને આપ્યો છે.આ પેપર લીક મામલે હવે રાજકારણ ગરમાયું છે.

ગતરોજ રવિવારે 11 ડિસેમ્બરના રોજ રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે આપ એટલે કે આમ આદમી પાર્ટીના વિધાર્થી પાંખના નેતા યુવરાજ સિંહ દ્વારા પ્રેસ કોફરન્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પરીક્ષાના પેપર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લીક થયા છે. આ મામલે ગૌણ સેવ પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રએ સ્વીકાર કર્યો છે. અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મેઇલ કર્યો છે. પેપર ફૂટવા મુદ્દે અસિત વોરાએ પોલીસને મેઇલ કર્યો છે. અને સાંજ સુધીમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ શકે છે. 10થી 12 શખ્સો સામે આ કેસમાં ગુનો નોંધાઈ શકે છે. મોડી સાંજ સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરી શકે છે. અનેકની ધરપકડના ભણકારા પણ વાગી રહ્યા છે.

તો બીજી બાજુ યુવરાજસિંહ ગૌણ સેવા પસંદગી મંડળને ફરિયાદ પણ કરવાના છે. તો આજે 4.00 કલાકે રૂબરૂ મળી પુરાવા પણ રજૂ કરશે. સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પુરાવાની નકલ આપશે.

ઉલેખનીય છે કે, આ કેસમાં 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપરલીકમાં સંડોવણી  સામે આવી છે. તેમ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠાની 1 શાળાના આચાર્યની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ આચાર્યએ રૂ.4 લાખમાં ખરીદેલું પેપર રૂ.10 લાખમાં વેચ્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી.  પરીક્ષાના બે કલાક પહેલાં વડોદરાના 3 તથા ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છના 1-1 પરીક્ષાર્થીને આ જવાબો મળ્યાં હોવાનો આક્ષેપ પણ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, 186 જગ્યા માટે ની પરીક્ષા યોજાઇ હતી.  જેમાં 2 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને આશરે દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  યુવરાજ સિંહે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, પેપર લીક થઈ ગયું હતું