Not Set/ લગ્નના રીસેપ્શનમાં એસયુવી કારથી કરી રહ્યો હતો સ્ટંટ, લીધો ૮ વર્ષના બાળકનો ભોગ

દિલ્લીમાં લગ્નના રીસેપ્શનમાં એસયુવી ડ્રાઈવરની સ્ટંટના લીધે આઠ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટના બુધવારે રાત્રે બની છે. મૃતકના પરિવારે કીધું હતું કે તેમનો પુત્ર બીજા બે બાળક સાથે સ્ટંટ જોવા માટે ગયો હતો. એસયુવીનો ડ્રાઈવર શામસુદ્દીનની હાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દિલ્હીમાં આવેલ જૂની સીમાપુરીનો રહેવાસી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે  આ ડ્રાઈવરના […]

Top Stories India Trending
u લગ્નના રીસેપ્શનમાં એસયુવી કારથી કરી રહ્યો હતો સ્ટંટ, લીધો ૮ વર્ષના બાળકનો ભોગ

દિલ્લીમાં લગ્નના રીસેપ્શનમાં એસયુવી ડ્રાઈવરની સ્ટંટના લીધે આઠ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે.

આ ઘટના બુધવારે રાત્રે બની છે.

મૃતકના પરિવારે કીધું હતું કે તેમનો પુત્ર બીજા બે બાળક સાથે સ્ટંટ જોવા માટે ગયો હતો. એસયુવીનો ડ્રાઈવર શામસુદ્દીનની હાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દિલ્હીમાં આવેલ જૂની સીમાપુરીનો રહેવાસી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે  આ ડ્રાઈવરના સ્ટંટ જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ફુલ સ્પીડમાં તે સ્ટંટ કરી રહ્યો હતો. મૃતક વંશ પરિવારમાં બીજા બે ભાઈઓ કરતા મોટો હતો તેના પિતા મનોજ કુમાર રીક્ષા ડ્રાઈવર છે.

આંબેડકર ભવનમાં યોજાયેલા રીસેપ્શનમાં જે વ્યક્તિ કલરફૂલ એસયુવી કારથી સ્ટંટ કરી રહ્યો હતો તે ડીજે મ્યુઝીક વગાડવા માટે આવ્યો હતો.

વંશ પિતા રાત્રે સાડા દસ વાગ્યે જયારે તેને જમવા માટે બોલાવવા ગયા ત્યાર એતેને આંબેડકર ભવન બાજુ લોકોની ભીડ જોઈ. ત્રણ બાળકોને એસયુવીએ ટક્કર મારી હતી. આ ત્રણ બાળકોમાંથી એક બાળક વંશ પણ હતો.

ઘવાયેલા વંશને કવી નગરમાં આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.

શામસુદ્દીન વિરુદ્ધ આઈપીસી કલમ  ૩૦૪ (એ), ૨૭૯ હેઠળ સીહાની ગેટ પોલીસે ફરિયાદ નોંધી છે.