Not Set/ ૧૫ જાન્યુઆરીનો દિવસ ભારતીય ટીમના કેપ્ટન કોહલી માટે છે ખાસ, જાણો શું છે કારણ

એડિલેડ, એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો હતો. ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી યજમાન ટીમ દ્વારા આપવામાં આવેલો ૨૯૯ રનનો ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ત્રણ મેચની સિરીઝ ૧ – ૧ થી સરભર કરી છે. બીજી વન-ડેમાં ભારર્તીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની આગવી […]

Trending Sports
vq 1509782151 1 ૧૫ જાન્યુઆરીનો દિવસ ભારતીય ટીમના કેપ્ટન કોહલી માટે છે ખાસ, જાણો શું છે કારણ

એડિલેડ,

એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો હતો. ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી યજમાન ટીમ દ્વારા આપવામાં આવેલો ૨૯૯ રનનો ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ત્રણ મેચની સિરીઝ ૧ – ૧ થી સરભર કરી છે.

બીજી વન-ડેમાં ભારર્તીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની આગવી રમત દાખવતા કેરિયરની ૩૯મી સદી ફટકારી હતી.

Virat Kohli 10 ૧૫ જાન્યુઆરીનો દિવસ ભારતીય ટીમના કેપ્ટન કોહલી માટે છે ખાસ, જાણો શું છે કારણ
sports-team india captain virat-kohli-century-and-makar-sankranti-connection-with 15 january

જો કે કોહલીની આ સદી સાથે ૧૫ જાન્યુઆરીના દિવસનો એક ખાસ સંયોગ જોવા મળી રહ્યો છે. કારણ કે આ પહેલા વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ આ જ દિવસે કોહલીએ સદી ફટકારી હતી. આ સાથે જ હવે તેઓએ સતત ત્રીજા વર્ષે આ પરંપરા સાચવી રાખી છે.

આ પહેલા ૧૫ જાન્યુઆરી,. ૨૦૧૭ના રોજ પુણેમાં ઈંગ્લેંડ સામે રમાયેલી વન-ડેમાં કોહલીએ ૧૨૨ રન બનાવ્યા હતા, જયારે ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮માં પણ તેઓએ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ૧૫૩ રન ફટકાર્યા હતા.