ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીમાં વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પણ મેદાનમાં વાપસી જોવા મળશે. વિરાટ જોહાનિસબર્ગ જવા રવાના થઈ ગયો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દક્ષિણ આફ્રિકા જવા રવાના
ભારતીય ટીમ હવે 3 વન-ડે રમ્યા બાદ ટેસ્ટ શ્રેણી રમશે. રોહિત શર્મા 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની કપ્તાની કરશે. વિરાટ કોહલી પણ આ જ શ્રેણીમાંથી મેદાનમાં પરત ફરશે. વિરાટ જોહાનિસબર્ગ જવા રવાના થઈ ગયો છે. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કેટલાક ચાહકો સાથે સેલ્ફી લીધી અને ફ્લાઇટ માટે રવાના થયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
17મી ODI શ્રેણી
T20 બાદ હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બર રવિવારથી 3 મેચની વનડે સીરીઝ રમાશે. આ શ્રેણીની બીજી ODI 19 ડિસેમ્બરે ગ્કેબરહા ખાતે રમાશે અને ત્રીજી અને અંતિમ ODI 21 ડિસેમ્બરે બોલેન્ડ પાર્ક, પાર્લ ખાતે રમાશે. ત્યારબાદ પ્રથમ ટેસ્ટ 26મી ડિસેમ્બરથી રમાશે જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ 3જી જાન્યુઆરીથી રમાશે.
— V (@CricKeeda18) December 15, 2023
ભારતીય ટીમે ટી20 સિરીઝ બરાબરી કરી લીધી છે
ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટી20 શ્રેણી રમી અને જીત મેળવી. શ્રેણીની પ્રથમ T20 વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ પછી વરસાદ વિક્ષેપિત બીજી T20માં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે જીત મેળવી હતી. જોહાનિસબર્ગમાં ગુરુવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 106 રનના વિશાળ અંતરથી હરાવ્યું અને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી.
આ પણ વાંચો:Tamilnadu/ચેન્નાઈમાં પ્રથમ વખત યોજાનારી ફોર્મ્યુલા 4 નાઈટ રેસ આ કારણથી મુલતવી
આ પણ વાંચો:IPL/મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ IPLમાં સૌથી વધુ રૂ. 725 કરોડ,બીજા સ્થાને આ ટીમ
આ પણ વાંચો:nominated/મોહમ્મદ શમી અર્જુન એવોર્ડ માટે નોમિનેટ,આ સિવાય 16 ખેલાડીઓ પણ નામાંકિત કરાયા
