IPL 2023 Updates/ કાર અકસ્માતમાં ઘાયલ રિષભ પંત IPLમાં રમી શકશે કે નહીં? સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

BCCIના પૂર્વ પ્રમુખ ગાંગુલીએ કહ્યું, ‘રિષભ પંત IPL માટે ઉપલબ્ધ રહેશે નહીં. હું દિલ્હી કેપિટલ્સ ટીમના સંપર્કમાં છું.

Sports
રિષભ પંત

કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. રિષભ પંત હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આગામી સિઝનમાં રમી શકશે નહીં. આ વાતનો ખુલાસો BCCIના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કર્યો છે.

જણાવી દઈએ કે BCCI અધ્યક્ષ પદ પરથી હટી ગયા બાદ ગાંગુલી હવે IPLમાં નવી જવાબદારી માટે તૈયાર છે. IPL ટીમ દિલ્હી કેપિટલ્સ (DC) એ સૌરવ ગાંગુલીને તેના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પદ સંભાળ્યા બાદ ગાંગુલીએ એક મોટું અપડેટ આપ્યું છે.

રિષભ પંતની ઈજાથી પ્રભાવિત દિલ્હીની ટીમ

ગાંગુલીએ કોલકાતામાં પત્રકાર સાથે વાત કરતા રિષભ પંત અંગે અપડેટ આપી હતી. રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ગાંગુલીએ પંત વિશે કહ્યું, ‘તેને સાજા થવામાં સમય લાગશે. અમે તેના વિશે કંઈ કરી શકતા નથી. આ એક અકસ્માત છે. તે હવે માત્ર 23 વર્ષનો છે. તેની પાસે હજુ ઘણો સમય છે.

BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું, ‘રિષભ પંત IPL માટે ઉપલબ્ધ રહેશે નહીં. હું દિલ્હી કેપિટલ્સ ટીમના સંપર્કમાં છું. તે શાનદાર આઈપીએલ બનવા જઈ રહી છે. અમે આમાં સારું પ્રદર્શન કરીશું. પંતની ઈજાથી દિલ્હીની ટીમ પ્રભાવિત થઈ છે.

આ રીતે રિષભ પંતની કારનો થયો હતો અકસ્માત

જણાવી દઈએ કે ઈજાના કારણે રિષભ પંતને શ્રીલંકા સામેની T20 અને ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો ન હતો. BCCIએ પંતને પુનર્વસન માટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જવા કહ્યું હતું. પરંતુ તે પહેલા તે ક્રિસમસ મનાવવા દુબઈ ગયો હતો. અહીં તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

આ પછી, રિષભ પંત પોતાના દેશ પરત ફર્યો અને પોતાની કારમાં દિલ્હીથી પોતાના હોમ ટાઉન રૂડકી જઈ રહ્યો હતો. દરમિયાન, 30 ડિસેમ્બરની વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રૂડકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થઈ હતી. રિષભ પંત કારમાં એકલો હતો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.

મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

અકસ્માત બાદ પંતને ઉતાવળે રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. અહીં પણ પંતના ચહેરા અને અન્ય કેટલીક જગ્યાએ નાની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ આ પછી, BCCIએ એક મોટો નિર્ણય લીધો અને પંતને એરલિફ્ટ કરીને ગ્રીન કોરિડોર દ્વારા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

આ પણ વાંચો:ભારતે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને 67 રને હરાવ્યું, શ્રેણીમાં 1-0થી આગળ

આ પણ વાંચો: કોહલીએ સદી ફટકારી ઘરઆંગણે સૌથી વધુ સદીના સચીનના રેકોર્ડને તોડ્યો

આ પણ વાંચો:રોહિત શર્માનો મોટો ખુલાસો, હવે T20 નહીં રમે?