- ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર
- દ.આફ્રિકાનો 7 વિકેટથી વિજય
- 3 ટેસ્ટની શ્રેણી 2-1 થી આફ્રિકાએ જીતી
- પ્રથમ ટેસ્ટમાં જીત બાદ ભારતનું કંગાળ પ્રદર્શન
- બીજી અને ત્રીજી ટેસ્ટમાં ભારત હાર્યુ
- મજબૂત ટીમ ઈન્ડિયાને નબળી આફ્રિકાએ હરાવી
- ભારતીય બેટ્સમેનના ફ્લોપ શૉના કારણે હાર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની શ્રેણીનો નિર્ણાયક મુકાબલો કેપટાઉનનાં ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં ખતમ થઇ ગયો છે. દક્ષિણ આફ્રિકાએ આ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટેસ્ટ હાર્યા બાદ ભારતનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણીનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.
South Africa beat India by 7 wickets; clinch the series 2-1
(Courtesy: BCCI) pic.twitter.com/P02wXAKUu2
— ANI (@ANI) January 14, 2022
આ પણ વાંચો – CMની બેઠકમાં લેવાયો નિંર્ણય / મધ્યપ્રદેશમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીની તમામ ખાનગી અને સરકારી શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે
આ મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમ 223 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારાએ પણ 43 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ જસપ્રિત બુમરાહની પાંચ વિકેટે 210 રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે ભારતને 13 રનની નજીવી લીડ મળી હતી અને ત્યારબાદ ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 198 રન જ બનાવી શકી હતી, જેમાં રિષભ પંતની સદી સામેલ હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
https://twitter.com/ICC/status/1481954706931195904?s=20
આ પણ વાંચો – દિલ્હી / ગાઝીપુર ફૂલ મંડીમાં મળી આવેલી શંકાસ્પદ બેગ IED મળી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં હલચલ
ટીમ ઈન્ડિયાએ સીરીઝની પહેલી મેચ 113 રને જીતી લીધી હતી, ત્યારબાદ બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ સાત વિકેટથી સીરીઝ જીતી હતી અને ત્રીજી મેચમાં ભારતીય ટીમ નબળી સાબિત થઈ હતી અને દક્ષિણ આફ્રિકાએ મેચ અને સીરીઝ જીતી લીધી હતી. મેચની છેલ્લી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રન બનાવવાના હતા. જેને દક્ષિણ આફ્રિકાની ટીમે 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધુ હતુ. હવે બન્ને દેશો વચ્ચે વન ડે સીરીઝ શરૂ થશે. ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ રમાશે. આ પછી બીજી અને ત્રીજી મેચ 21 અને 23 જાન્યુઆરીએ રમાશે.
