Not Set/ ભીમા-કોરેગાંવ જંગની ૨૦૦મી વરસી પર પુણેમાં ભડકેલી હિંસા મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આ હિંસાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તે મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ ભડકી છે. પુણે બાદ આ હિંસા મુંબઇના અલાવા, હડપસર અને ફુરસુંગીમા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના […]

Top Stories

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આ હિંસાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તે મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ ભડકી છે. પુણે બાદ આ હિંસા મુંબઇના અલાવા, હડપસર અને ફુરસુંગીમા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

 

પુણેની હિંસા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સરકારને બદનામ કરવાની એક કોશિશ છે. સરકારે આ અંગે જરૂરી તપાસના આદેશ આપવામાં છે. તેમજ હિંસામાં મૃતક વ્યક્તિના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા કરી છે.

આ કાર્યક્રમમાં દલિતો પર થયેલી હિંસા અંગે NCP નેતા શરદ પવારે જણાવ્યું કે, 200 વર્ષોથી લોકો ત્યાં જઇ રહ્યા છે પણ આવું ક્યારેય થયું નથી.