Gandhinagar News/ ગાંધીનગરમાં ‘ડેથ ટ્રેપ’નો આતંક! ઈન્દ્રોડા પાસે બેરિકેટ સાથે એક્ટિવા અથડાતા વિદેશી યુવકનું મોત

Gandhinagarના ઈન્દ્રોડા ગામના કટ પાસે એક્ટિવા બેરિકેટ સાથે અથડાતા સુદાનના યુવકનું મોત થયું છે. મૃતક યુવક ખાનગી યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાની શક્યતા.

Gujarat Gandhinagar Top Stories
Gandhinagar Indroda Road Accident

Gandhinagar Indroda Road Accident: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માર્ગ સલામતી સામે ગંભીર સવાલો ઉભા કરતી એક દુખદ ઘટના સામે આવી છે. ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા અકસ્માતમાં મૂળ સુદાનના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર રીતે અથડાયું હતું.

માથામાં ગંભીર ઈજાથી મોત

મળતી માહિતી મુજબ, સુદાનનો વતની આ યુવક ગાંધીનગરની જ કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. તે પોતાનું એક્ટિવા લઈને ઈન્દ્રોડા સર્કલથી આગળ વધી રહ્યો હતો, ત્યારે ઈન્દ્રોડા ગામના કટ પાસે તેનું વાહન બેકાબૂ બન્યું હતું અને રોડ પર મુકવામાં આવેલા બેરિકેટ સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતને પગલે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

Gandhinagar Indroda Road Accident

Gandhinagarમાં ઈન્દ્રોડાનો કટ જોખમી

ગાંધીનગરનો આ ચોક્કસ વિસ્તાર વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. ઈન્દ્રોડા સર્કલથી આગળ વધતા વાહનોની ગતિ સામાન્ય રીતે ઘણી વધારે હોય છે, જેના કારણે અચાનક આવતા કટ કે બેરિકેટ પાસે વાહનચાલકો કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાય છે. અગાઉની ઘટનાઓ પર નજર કરીએ તો, ગત વર્ષે પણ આ જ વિસ્તારમાં બે મોટા અકસ્માતો નોંધાયા હતા, જેમાં એક બાઈક સવારનું કરુણ મોત નીપજ્યું હતું. વારંવાર બનતી આવી જીવલેણ ઘટનાઓને કારણે હવે સ્થાનિક લોકો આ જોખમી કટને ‘ડેથ ટ્રેપ’ તરીકે ઓળખવા લાગ્યા છે.

પોલીસ કાર્યવાહી અને ઓળખની તપાસ

ઘટનાની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવક સુદાનનો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ તે કઈ યુનિવર્સિટીમાં અને કયા વર્ષમાં અભ્યાસ કરતો હતો તેની ચોક્કસ ઓળખ મેળવવા માટે પોલીસે કવાયત તેજ કરી છે.


આ પણ વાંચોઃ વડોદરામાં આજવા ચોકડી પાસે ભયાનક અકસ્માત, યુવતીનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં માતમ

આ પણ વાંચોઃ રાજકોટ હાઇવે પર અકસ્માતમાં રાહદારીનું મોત, અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર

આ પણ વાંચોઃ ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં 40 વર્ષીય મજૂરની ઝાડ પર લટકાવેલી મળી લાશ