#TokyoOlympic2021/ રેસલર રવિ દહિયાની સેમિફાઇનલમાં છલાંગ, બુલ્ગારિયાનાં રેસલરને આપી માત

ભારતીય રેસલર રવિ દહિયાએ 57 કિલોગ્રામ વર્ગમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં એકતરફી જીત નોંધાવી છે, જે બાદ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

Top Stories Sports
રેસલર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય રેસલર માટે આજનો દિવસ શુભ સાબિત થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલોગ્રામ વર્ગમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં એકતરફી જીત નોંધાવી છે, જે બાદ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિએ બુલ્ગારિયાનાં વેલેન્ટાઇનોવ જ્યોર્જી વાંગેલોવને 14-4થી હરાવ્યો.

રવિ દહિયા

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભારતીય રેસલર રવિ દહિયા અને દીપક પૂનિયાએ મેળવી શાનદાર જીત

રવિએ પ્રથમ રાઉન્ડમાં વેલેન્ટાઇનોવને 6-2થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં વિરોધી કુસ્તીબાજે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરતા તેને 2 પોઈન્ટ મળ્યા હતા, પરંતુ રવિએ સતત પોઈન્ટ મેળવ્યા બાદ ફરીથી 10 પોઈન્ટ સાથે મેચ પૂર્ણ કરી હતી. હવે તેનો સામનો સેમિફાઇનલમાં કઝાકિસ્તાનનાં નુરીસ્લામ સનાયેવ સાથે થશે, જેણે ક્વાર્ટર ફાઇનલમાં યજમાન જાપાનનાં તાકાહાશી યુકી સામે 4-4થી ડ્રોમાં તકનીકી આધાર પર મેચ જીતી હતી. અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રવિએ બીજા રાઉન્ડમાં કોલંબિયાનાં ઓસ્કર એડ્યુઆર્ડો ટાઇગ્રેરોસ્કો ઉર્બાનોને 13-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રવિ દહિયાએ પ્રથમ રાઉન્ડ 3-2થી જીત્યો હતો, પરંતુ બીજા રાઉન્ડમાં સંપૂર્ણપણે પ્રભુત્વ મેળવ્યું હતું. તેણે પોઈન્ટ એકત્ર કરવાનું ચાલુ રાખ્યું અને પોતાની લીડ માર્જિન વધારીને 10 થી વધુ કરી દીધું, જેના કારણે તેને મેચ વચ્ચે જ અટકાવીને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભાલા ફેંકમાં નીરજ ચોપડાનું શાનદાર પ્રદર્શન, ફાઇનલમાં કર્યો પ્રવેશ

રવિ દહિયાએ 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રવિ દહિયાએ ગામનાં અખાડામાં જ કુસ્તીની યુક્તિઓ શીખવવાનું શરૂ કર્યું હતુ. પછી 10 વર્ષની ઉંમરે રવિ દહિયાને છત્રસાલ સ્ટેડિયમ મોકલવામાં આવ્યો હતો. વર્ષ 2015 માં તેણે જુનિયર રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. રવિ દહિયાનાં પિતા રાકેશે પણ પોતાના નાના પુત્ર પંકજને કુસ્તીબાજ બનાવવાનું સપનું જોયું છે. તેઓ ઈચ્છે છે કે પંકજ રવિ દહિયા જેવું જ નામ કમાવે. તેમણે કહ્યું કે, તે બંને દિકરાઓને કુસ્તીમાં આગળ વધે તે માટે ખેતરોમાં સખત મહેનત કરે છે.

રવિ દહિયા

આ પણ વાંચો – સુરત / રાજ્ય સરકારનાં નિયમોની અવગણના, મંજૂરી મળી નથી છતા શાળામાં શરૂ કરી દીધા વર્ગો

ઉલ્લેખનીય છે કેે, ભારતીય કુસ્તીબાજ દીપક પૂનિયાએ પ્રથમ રાઉન્ડમાં નાઇજિરિયન કુસ્તીબાજને હરાવ્યો હતો. દ્વિતીય ક્રમાંકિત દીપક પૂનિયા પ્રથમ રાઉન્ડ 4-1થી જીતી ગયો છે. બીજા રાઉન્ડમાં પણ, જ્યારે દીપક પૂનિયાએ પોતોના દાવ પર 4 પોઇન્ટ મેળવ્યા, ત્યારે રેફરીએ મેચમાં વિક્ષેપ પાડ્યો અને પોઇન્ટનાં આધારે દીપક પૂનિયાને 12-1 વિજેતા જાહેર કર્યો હતો. આ સાથે દીપક પૂનિયા ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી ગયો છે.