Not Set/ “world no tobacco day” : ભારતમાં એક દિવસમાં તમાકુંના સેવનના કારણે થઇ રહ્યા છે ૨૭૩૯ લોકોના મોત

નવી દિલ્હી, આજે ૩૧ મે, દુનિયાભરમાં આ દિવસને તમાકું પ્રતિબંધ દિવસ તરીકે મનાવાવમાં આવે છે અને લોકોને આ જીવલેણ ભર્યા પદાર્થથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. દુનિયામાં સ્વાસ્થ્ય અંગેની અગ્રણી સંસ્થા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તમાકું અને અન્ય ઘ્રુમપાનના ઉત્પાદકોથી થનારી ગંભીર બીમારિયો અને લોકોના મોતનાં આંકડામાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આ […]

India Trending
burning cigarette "world no tobacco day" : ભારતમાં એક દિવસમાં તમાકુંના સેવનના કારણે થઇ રહ્યા છે ૨૭૩૯ લોકોના મોત

નવી દિલ્હી,

આજે ૩૧ મે, દુનિયાભરમાં આ દિવસને તમાકું પ્રતિબંધ દિવસ તરીકે મનાવાવમાં આવે છે અને લોકોને આ જીવલેણ ભર્યા પદાર્થથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે.

દુનિયામાં સ્વાસ્થ્ય અંગેની અગ્રણી સંસ્થા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તમાકું અને અન્ય ઘ્રુમપાનના ઉત્પાદકોથી થનારી ગંભીર બીમારિયો અને લોકોના મોતનાં આંકડામાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ એક થીમ બનાવવામાં આવી છે. આ થીમનું નામ અપાયું છે, “ટોબેકો એન્ડ કાર્ડિયોવસ્ક્યુલર ડિસીજ”.

તમાકુના સેવન અંગેના આંકડાઓ જણાવે છે કે, દુનિયાભરમાં દર વર્ષે ૭૦ લાખ લોકો અને ભારતમાં એક દિવસમાં ૨૭૩૯ લોકો તમાકું અને અન્ય ઘ્રુમપાનના ઉત્પાદકોના સેવનના બાદ થતી બીમારિયો કારણે પોતાના જીવ ગુમાવે છે. જયારે દુનિયાભરમાં દર ૬ સેકન્ડે તમાકુનું સેવન કરતા વ્યક્તિનું મોત થાય છે.

તમાકુના સેવનના કારણે વધે છે હદય રોગનું જોખમ

વોયસ ઓફ ટોબેકો વિક્ટિમ્સ (VOTB)ના પેટ્રન અને કેન્સર સર્જન ડો. ટી પી સાહૂના જણાવ્યા અનુસાર, “દુનિયામાં કાર્ડિયોવસ્ક્યુલરના કારણે થનારા મોત અને અશક્તતા અટકાવવા માટે તમાકુ પર લગામ લાગવી ખુબ જરૂરી છે, કારણ કે તમાકુના સેવનના કારણે હદય રોગનું જોખમ વધી શકે છે.

ગ્લોબલ એડલ્ટ તમાકુ સર્વે (GATS-૨) ૨૦૧૬-૧૭ના જણાવ્યા અનુસાર, ભારતમાં ધુમાડા વગરના તમાકુનું સેવન ધૂમ્રપાનથી પણ વધુ છે. વર્તમાન સમયમાં ૪૨.૪ ટકા પુરુષ, ૧૪.૨ ટકા મહિલાઓ અને તમામ વયસ્ક વ્યક્તિઓ ૨૮.૮ ટકા ધૂમ્રપાન કરે છે અથવા તો ધુમાડા વગરના તમાકુનો ઉપયોગ કરે છે.

પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ, ૧૯ ટકા પુરુષ, ૨ ટકા મહિલાઓ અને તમામ વયસ્ક વ્યક્તિઓ ૧૦.૭ ટકા ધૂમ્રપાન કરે છે, જયારે ૨૯.૬ ટકા પુરુષ, ૧૨.૮ ટકા મહિલાઓ અને તમામ વયસ્ક વ્યક્તિઓ ૨૧.૪ ટકા ધુમાડા વગરના તમાકુનો ઉપયોગ કરે છે.

૧ સિગરેટ પીવાથી જીદંગીના ૧૧ મિનિટ થાય છે ઓછા

દુનિયાભરમાં કેટલાક લોકો માનતા હોય છે કે, સિગરેટ પીવાથી તેઓ ફ્રેસ થાય છે અને પોતાના કામના સ્ટ્રેસમાંથી તેઓ બહાર આવતા હોય છે. પરંતુ તમે જાણીને પરેશાન થશો કે, ૧ સિગરેટ પીવાથી જીદંગીના ૧૧ મિનિટ ઓછા થઇ જાય છે.

આ ઉપરાંત, ૧ સિગરેટમાં ૪ હજાર એ પ્રકારના કેમિકલ્સ હોય છે જેનાથી કેન્સરનો રોગ ફેલાય છે. તમાકુંમાં ઘણા કેમિકલ હોય છે, પરંતુ એમાં નિકોટીનનું પ્રમાણ સૌથી વધુ છે.