Not Set/ ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી, ભાવ તો આકાશને આંબે એવા

આ મશરૂમની ખાસિયત એ છે કે,તે એન્ટી બેક્ટેરિયલ,એન્ટી ફંગલ અને એન્ટી કેન્સરની દવા તરીકે મહત્વનો ભાગ ભજવે છે.સાથોસાથ વિટામિન બી-૧,બી-૧૨ ,કે અને પ્રોટીનથી ભરપૂર હોય છે એક સમયે આ શક્ય લાગતું હતું.

Gujarat Others Trending
kutch 1 ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી, ભાવ તો આકાશને આંબે એવા

ક્ચ્છ જિલ્લો આમ તો સૂકો મુલક તરીકે ઓળખાય છે પણ આ ભૂમિની તાસીર ઘણી અલગ છે ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજનનું કચ્છમાં વાવેતર થયા બાદ ઠંડા પ્રદેશની મશરૂમનું પણ કચ્છમાં ઉત્પાદન થયું છે હિમાલયન ગોલ્ડથી ઓળખાતી ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી બતાવી છે ખાસ તો મશરૂમનો ભાવ દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

air india 2 ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી, ભાવ તો આકાશને આંબે એવા
આ મશરૂમ ચીન,ઇટાલી અને થાઈલેન્ડ સહિતના દેશોના ખોરાકમાં અત્યંત મહત્વનું સાબિત થયું છે વિટામિનથી ભરપૂર અને અનેક બીમારીઓનો ખાત્મો કરતી મશરૂમ ઉગાડવાનો કચ્છમાં અશક્ય પ્રયોગ સફળ થયો છે કચ્છ જિલ્લામાં પ્રથમ વખત વિજ્ઞાનિકોએ હિમાલય ગોલ્ડથી ઓળખાતી ઠંડા પ્રદેશની મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે.જેની કિંમત ૧.૫ લાખ રૂપિયા પ્રતિ કિલો છે.ત્રણ મહિનાના અથાગ પ્રયત્નો અને મહેનતના અંતે અશક્ય પ્રયોગ ભુજની ગાઈડ સંસ્થા દ્વારા સફળ બનાવવામાં આવ્યો છે.

kutch ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી, ભાવ તો આકાશને આંબે એવા

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકોએ ભુજ ખાતેની લેબમાં કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે.આ પ્રયોગ કરતા ૯૦ દિવસ જેટલો સમય લાગ્યો હતો અને ૩૫ બરણીઓમાં આ મશરૂમ ઉગાડવામાં આવી હતી.હિમાલયન ગોલ્ડથી ઓળખાતી આ મશરૂમ સામાન્યતઃ ઠંડાપ્રદેશોમાં જ થાય છે. જેની હાલની માર્કેટ વેલ્યુ એક કિલોના ૧.૫ લાખ રૂપિયા છે.આ પ્રયોગમાં સૂકીમાત્રામાં ૩૫૦ ગ્રામ જેટલું ઉત્પાદન થયું હતું તો મૂળ પરિણામ એકાદ કિલોથી વધુ માંડ્યું હતું.

New mushroom species costs Rs 1.5 lakh per kg; here's what's so special  about it

આ મશરૂમની ખાસિયત એ છે કે,તે એન્ટી બેક્ટેરિયલ,એન્ટી ફંગલ અને એન્ટી કેન્સરની દવા તરીકે મહત્વનો ભાગ ભજવે છે.સાથોસાથ વિટામિન બી-૧,બી-૧૨ ,કે અને પ્રોટીનથી ભરપૂર હોય છે એક સમયે આ શક્ય લાગતું હતું. કારણ કે હરિયાણા અને હિમાચલ જેવા પ્રદેશોમાં જ તેના પ્રયોગ સફળ થયા છે. જો કે છતાંય તેની તાલીમનો ખર્ચ ખૂબ વધુ હતો પણ પ્રયત્ન કર્યો અને સફળતા મળી છે

The 12 Most Expensive Mushrooms In The World | Ventured

કોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમ દેશના ઠંડા પ્રદેશોમાં લોકોને ન્યૂટ્રિશિયન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે,સાથે જ બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી હોય કે મેલેરિયાથી લઈને ડેન્ગ્યૂ દરેકમાં કારગર નીવડી હોવાનું જાણકાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય બાબત છે,કે હાલ ૧૭ ડિગ્રી જેટલા નીચા તાપમાનમાં ત્રણ મહિનાની લેબોરેટરી નિરીક્ષણ અને વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નોથી ઉગાડવામાં આવી હતી. જે કચ્છના વાતાવરણ પ્રમાણે એકચોટ વૈજ્ઞાનિકોને અશક્ય લાગતું હતું.જો કે અંતે તે મિશન પણ સફળ થયું હતું કોવિડના સમયમાં સતત જયારે ઇમ્યુનીટી સિસ્ટમની ચર્ચાઓ ચાલી રહી છે.ત્યારે હિમાલયન ગોલ્ડ મશરૂમ ઇમ્યુનીટી બુસ્ટ સાથે લીવરની કામગીરી પર પણ હકારાત્મક અસર પડે છે.

Abhishek Prajapati – Medium

ઉલ્લેખનીય બાબત છે કે,ગાઈડ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી મશરૂમની વિવિધ પ્રજાતિ ઉગાડવાના આ પ્રકારે વિવિધ પ્રયોગો કરી રહ્યું છે.સાથોસાથ ઇચ્છુક લોકોને ગાઈડ સંસ્થા તાલીમ આપીને રોજગાર માટે પગભર પણ કરી રહી છે.સતત પ્રયત્નો થકી ગાઈડ સંસ્થાને કોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમનો પાઇલોટસકેલ પ્રયોગમાં ઊંડા ઉતર્યા હતા અને ઉનાળાની ઋતુ હોવા છતાંય લેબોરેટરીમાં જરૂરી તાપમાન અને આનુસંગિક જાળવીને તેને ઉગાડી હતી.આ પ્રોજેક્ટમાં ગાઈડના ડાયરેક્ટર ડો.વિ વિજયકુમાર,વરિષ્ઠ વૈજ્ઞાનિક કે.કાર્થિકેયન,ડો.જયંતિ જી. અને નિરમા યુનિવર્સીટીના જીગ્ના શાહ જોડાયા હતા.

The desperate, high-stakes business behind zombie mushrooms