Not Set/ કચ્છના દરિયાકિનારેથી 5 બોટ સાથે 3 પાકિસ્તાનીઓ પકડાયા

ભુજ, ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રચાર સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા ટોચના નેતાઓને આતંકીઓ નિશાન બનાવી શકે છે તેવા ગુપ્તચર એજન્સીના અહેવાલ છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ હરામીનાળાથી બીએસએફે ત્રણ પાકિસ્તાની માછીમારોને પાંચ બોટો સાથે ઝડપી પાડ્યા છે. સરક્રીક વિસ્તારમાં આવેલ આ સ્થળેથી અવાર-નવાર પાકિસ્તાની માછીમારો અને બોટ […]

Gujarat

ભુજ,

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રચાર સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા ટોચના નેતાઓને આતંકીઓ નિશાન બનાવી શકે છે તેવા ગુપ્તચર એજન્સીના અહેવાલ છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ હરામીનાળાથી બીએસએફે ત્રણ પાકિસ્તાની માછીમારોને પાંચ બોટો સાથે ઝડપી પાડ્યા છે.

સરક્રીક વિસ્તારમાં આવેલ આ સ્થળેથી અવાર-નવાર પાકિસ્તાની માછીમારો અને બોટ પકડાતી હોય છે. ત્યારે પેટ્રોલિંગ પર રહેલ બીએસએફની ૭૯ બટાલિયનના જવાનોએ શંકાસ્પદ મુવમેન્ટના આધારે તપાસ હાથ ધરતા પાંચ બોટ સાથે ત્રણ પાકિસ્તાની માછીમારો મળી આવ્યા હતા. જો કે બીએસએફે આ પાક માછીમારોને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસના હવાલે કરી દીધા છે, જેના આધારે પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમજ આ વિસ્તારમાં અન્ય કોઈ માછીમારો ઘુસણખોરી કરવામાં સફળ તો રહ્યા નથી તે જાણવા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

મહત્વનુ છે કે, હરામીનાળાના કાટખુણેથી માછીમારી દરમિયાન પણ કેટલાક પાકિસ્તાની માછીમારો ભારતીય સરહદમાં ઘુસી આવતા હોય છે. જ્યારે સામે પક્ષે ભારતના માછીમારો અવાર-નવાર ભૂલથી પાકિસ્તાનની જળસીમામાં પહોંચી જતા હોય છે, જેના કારણે પાકિસ્તાન મરીન દ્વારા તેમની ધરપકડ કરીને કરાંચી જેલમાં લઈ જવામાં આવે છે. જેમને વર્ષો સુધી જેલમાં સબડવામાં આવે છે.