Not Set/ સાંસદ મનસુખ વસાવાનો ભરૂચ DSP પર ગંભીર આરોપ

ગુજરાત ભાજપના સિનિયર અને ફાયરબ્રાન્ડ સાંસદ મનસુખભાઈ વસાવા બેધડક બોલવાની છબીને લીધે હમેશા ચર્ચાઓમાં રહે જ છે. તેઓ અન્યાય મામલે ભલભલા અધિકારીને જાહેરમાં ખખડાવતા બિલકુલ ખચકાતા નથી. ભૂતકાળમાં એમણે ભાજપ સરકારના જ એક દિગગજ મંત્રી વિરુદ્ધ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. હાલ એમણે ભરૂચ જિલ્લા પોલીસવડા પર એક ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં […]

Gujarat Others
aakrund 3 સાંસદ મનસુખ વસાવાનો ભરૂચ DSP પર ગંભીર આરોપ

ગુજરાત ભાજપના સિનિયર અને ફાયરબ્રાન્ડ સાંસદ મનસુખભાઈ વસાવા બેધડક બોલવાની છબીને લીધે હમેશા ચર્ચાઓમાં રહે જ છે. તેઓ અન્યાય મામલે ભલભલા અધિકારીને જાહેરમાં ખખડાવતા બિલકુલ ખચકાતા નથી. ભૂતકાળમાં એમણે ભાજપ સરકારના જ એક દિગગજ મંત્રી વિરુદ્ધ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. હાલ એમણે ભરૂચ જિલ્લા પોલીસવડા પર એક ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા પોલિસ વચ્ચે કોઇ ચકમક જરે તો બિલકુલ નવાઈ નહિ.

ભરૂચ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જિલ્લા પોલીસ વડા અને પોલીસ ઇન્સ્પેકટર વિરુદ્ધ આદિવાસીઓને ધમકાવવાનો ગંભીર આક્ષેપ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લગાવતા ખળભળાટ મચી ગયો છે. આક્ષેપો લગાવતા એમણે જણાવ્યું છે કે ભરૂચ DSP ક્વાર્ટર નજીક છેલ્લા 60-70 વર્ષથી 7 ઝૂંપડાઓ બાંધી 7 જેટલા આદિવાસી પરિવારના સભ્યો પોતાનુ જીવન નિર્વાહ ચલાવે છે. આ જગ્યા સરકારી છે તે છતાં જિલ્લા પોલિસ વડા અને પોલિસ ઇન્સ્પેકટર આ આદીવાસી પરિવારોને પોતાની ભાષામાં ધાકધમકી આપે યેનકેન પ્રકારે આ ઝૂંપડાઓ હટાવવા ચેતવણી આપે છે.

અનેક લોકોએ આ આદિવાસી પરિવાર માટે જિલ્લા પોલિસ વડાને રજુઆત કરી છે. છતાં આ રજૂઆતને ધ્યાને ન લઈ કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ઝુંપડા તોડવાની કાર્યવાહી કરી રહ્યા છે. જેનાથી આ આદિવાસી વિસ્તારના લોકોમા ભારે નારાજગી છે. પોલીસ અધિકારીની જોહુકમી સામે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે, અને  એ લડતમાં હું પણ જોડાઈશ.

રાજપીપળામાં પણ પોલીસ વિરુદ્ધ મનસુખ વસાવાએ રોષ વ્યકત કર્યો હતો

થોડા સમય અગાઉ રાજપીપળામાં પોલીસ વિરુદ્ધ સાંસદ મનસુખ વસાવાએ જાહેર માર્ગ પર ઉભા રહી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. જ્યાં સુધી પોલીસ મારી માફી નહિ માંગે ત્યાં સુધી હું અહીંયાંથી હટીશ નહિ એવી મનસુખ વસાવાએ જીદ પકડતા જાહેર માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે અંતે જે તે સમયના નર્મદા જિલ્લા પોલીસ વડા જાતે સ્થળ પર આવી મનસુખ વસાવાને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.