Not Set/ પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં એવી ઘટના બની જે સાંભળીને તમને પોલીસ પરથી ઉઠી જશે ભરોસો

દિલ્હી, દિલ્હીના એક પોશ વિસ્તારમાં ગુરૂવારે સવારે એક સ્કૂલ બસના ચાલકને ગોળી મારી સ્કૂલ બસમાંથી એક બાળકનું અપહરણ કરવાની ઘટના સામે આવતાં આ ઘટના ચકચાર મચી જવા પામી છે. જોવાની વાત એ છે કે, એક તરફ શુક્રવારે પ્રજાસત્તાક દિવસની પરેડને લઇને દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે, ત્યારે બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. બાઇક […]

Top Stories
અપહરણ પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં એવી ઘટના બની જે સાંભળીને તમને પોલીસ પરથી ઉઠી જશે ભરોસો

દિલ્હી,

દિલ્હીના એક પોશ વિસ્તારમાં ગુરૂવારે સવારે એક સ્કૂલ બસના ચાલકને ગોળી મારી સ્કૂલ બસમાંથી એક બાળકનું અપહરણ કરવાની ઘટના સામે આવતાં આ ઘટના ચકચાર મચી જવા પામી છે. જોવાની વાત એ છે કે, એક તરફ શુક્રવારે પ્રજાસત્તાક દિવસની પરેડને લઇને દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે, ત્યારે બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. બાઇક પર આવેલા બે બદમાશોએ આ ઘટનાને અંજામ આપતાં સુરક્ષાને લઇને અનેક સવાલ ઉઠવા પામ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, વહેલી સવારે 7-30 કલાકના અરસામાં આ ઘટના ઘટી હતી. બસમાં અંદાજે 15-20 બાળકો સવાર હતા. ત્યારે બે બાઇક સવારોએ ચાલકને ગોળી માર્યા બાદ બાળકનું અપહરણ કર્યું હતું.

અપહરણ થયાની ઘટના સામે આવતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસનો દોર હાથ ધર્યો છે. આ બસમાં કિડનેપ થયેલાં બાળકની બહેન પણ સવાર હતી. અપહરણ કરનાર બદમાશોએ અન્ય કોઇ બાળકને ઇજા પહોંચાડી ન હતી પરંતુ એ બાળકને લઇને ભાગી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બસ ચાલકને સારવાર માટે દાખલ કરાયો છે.

જ્યાં આ ઘટના ઘટી એ વિસ્તાર ગાજીયાબાદ અને લોની વિસ્તારની નજીક છે. અહીંથી મેરઠ કે અન્ય વિસ્તારમાં પણ જઇ શકાય છે. દિલ્હી પોલીસે યૂપી પોલીસને આ ઘટનાને લઇને એલર્ટની તાકીદ કરી છે. પીડિત પરિવાર તથા અન્ય લોકોમાં આ વાતનો આક્રોશ છે કે, 26 જાન્યુઆરીને લઇને સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન છેદરેક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે. પોલીસને આશંકા છે કેઆ અપહરણ ખંડણી માટે કરાયું હોવું જોઇએ.

26 જાન્યુઆરીના સમારોહમાં 10 દેશોના પ્રતિનિધિઓ ભારત આવી રહ્યા છે. એવામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દિલ્હી સહિત સમગ્ર એનસીઆર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. જોકે આમ છતાં આ વિસ્તારમાં બદમાશો ક્રાઇમની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ બીજી મોટી ઘટના ઘટી છે. દિલ્હીમાં સ્કૂલ બસના ચાલકને ગોળી મારી બાળકનું અપહરણ કરાયું છે, જ્યારે કેટલાક કલાકો અગાઉ મેરઠમાં ધોળા દહાડે મા-પુત્રની ગોળી મારી ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ મામલે પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.