Mantavya Conclave 2022/ મંતવ્યના મંચ પર મંત્રીઓનું મંથન….

આગામી વિધાનસભા ચુંટણીમાં રેકોર્ડબ્રેક સીટો સાથે વિજયનો વિશ્વાસ વ્યકત્ કર્યો હતો. દરેક મંત્રીએ તેમના મંત્રાલય દ્વારા કરવામાં આવેલા જનહિતના કાર્યો અંગે શ્રોતાઓને માહિતગાર કર્યા હતાં.

Top Stories Ahmedabad Gujarat
મંતવ્ય કોન્કલેવ

ડબલ એન્જીન સરકાર અને વિકાસના નવા કિર્તિમાન વિષય પર મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા તા.10 મી સપ્ટેમ્બરના રોજ વિશેષ કોન્કલેવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. શેલા એસ.પી.રીંગરોડ પર ક્લબો સેવનમાં આયોજિત કોન્કલેવમાં રાજ્ય સરકારના ચાર સિનિયર મંત્રી હાજર રહ્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન અને નાગરીક ઉડ્ડયન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર કોન્કલેવમાં વિષેશ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં સાથે સાથે મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટ શ્રી જીગ્નેશ પટેલ,ડાયરેક્ટ શ્રી રાકેશ પટેલ, ડાયરેક્ટ શ્રી સુરેશ પટેલ, ડાયરેક્ટ શ્રી અર્જુન પટેલ, એડિટર ઇન ચીફ શ્રી લોકેશ કુમાર અને એસોસિએટ એડિટર શ્રી પ્રફુલ ત્રિવેદીપણ હાજર રહ્યા હતા.

મંત્રીઓએ સરકારની સિધ્ધીઓ વર્ણવી હતી.  તેમણે આગામી વિધાનસભા ચુંટણીમાં રેકોર્ડબ્રેક સીટો સાથે વિજયનો વિશ્વાસ વ્યકત્ કર્યો હતો. દરેક મંત્રીએ તેમના મંત્રાલય દ્વારા કરવામાં આવેલા જનહિતના કાર્યો અંગે શ્રોતાઓને માહિતગાર કર્યા હતાં. ગુજરાતમાં કર્મચારીઓના પ્રશ્ને. લાંબા સમય થી ચાલી રહેલા આંદોલન ને મુદ્દે. ગુજરાત સરકારના  રાજ્ય સરકારના મંત્રી. જગદીશવિશ્વકર્માએ મંત્રના કરી સમાધાન સાધવા. તૈયારી બતાવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી જે બાદ મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર શ્રી જીગ્નેશ પટેલ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી…

પ્રવાસન અને નાગરીક ઉડ્ડયન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર

કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટ શ્રી સુરેશ પટેલ 

અહીં નિહાળો સંપૂર્ણ કાર્યક્રમ 

આ પણ વાંચો:રાજકોટના મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:વન કર્મીઓની હડતાલ થી જંગલ બન્યું રેઢું, અંતે SRPની મદદ લેતું વન વિભાગ

આ પણ વાંચો:અંબાજી ભાદરવી મહામેળો સુખરૂપ સંપન્ન,24 લાખથી વધુ માઇભકતોએ દર્શન કર્યા