Gujarat Weather/ વાવાજોડા દિતવાહ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના

અંબાલાલ પટેલના મતે, મેઘતાંડવ વાવાજોડા દિતવાહ દક્ષિણ ભારતમાં લાવશે, ગુજરાતમાં 5 થી 10 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે.

Top Stories Gujarat Breaking News
અંબાલાલ પટેલની આગાહી માવઠું ગુજરાતમાં

Gujarat Weather: ગુજરાતના પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે દેશમાં સક્રિય થયેલા વાવાજોડું દિતવાહ અને ડિસેમ્બરમાં હવામાન અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેની આગાહી મુજબ, આ વાવાજોડુંની મુખ્ય અસર દક્ષિણ ભારતીય રાજ્યોમાં અનુભવાશે, પરંતુ તેની પરોક્ષ અસર ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન લાવશે, જેના કારણે કમોસમી વરસાદ (માવઠું) થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલ-દક્ષિણ ભારતમાં દિતવાહ નો ગંભીર પ્રભાવ

અંબાલાલપટેલ ની આગાહી મુજબ, વાવાજોડું દિતવાહ નો સૌથી ગંભીર પ્રભાવ દેશના દક્ષિણ રાજ્યોમાં અનુભવાશે.

મુખ્ય અસર: આ સિસ્ટમની સીધી અસરથી ઉત્તર આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ધારણા છે. તમારા માટે ભલામણો

ગુજરાતમાં માવઠાની તારીખ: 5 થી 10 ડિસેમ્બર

જોકે આ વાવાઝોડું દક્ષિણ ભારતમાં ત્રાટકશે, પરંતુ તેની ગુજરાતના હવામાન પર પણ આડકતરી અસર પડશે.

તબક્કો 1 (વાદળછાયું હવામાન): વાવા ઝોડા ની અસરથી વલસાડ, નવસારી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે.

પશ્ચિમી વિક્ષેપ: અંબાલાલ પટેલ ના મતે, 8 ડિસેમ્બર સુધીમાં હળવો પશ્ચિમી વિક્ષેપ થવાની ધારણા છે.

કમોસમી વરસાદ: આ સિસ્ટમની અસરથી 5 થી 10 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આ આગાહી ફક્ત દક્ષિણગુજરાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલએ કહ્યું -ડિસેમ્બરના અંતમાં ભયંકર ઠંડીની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલએ મહિનાના બીજા ભાગમાં અને અંતમાં મોટી ચેતવણી જારી કરી છે.

તીવ્ર માવઠ: 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે, જેને નકારી શકાય નહીં, જે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની શકે છે.

શીત લહેર: માવઠાની અસરો ઓછી થયા પછી, રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે. અંબાલાલ પટેલના મતે, 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઘાતક શીત લહેર શરૂ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઠંડીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનો દોર ચાલુ, તાપમાન 13-16 ડિગ્રી સુધી ઘટ્યું, હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 10.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું