India IMD Update/ કેદારનાથમાં તાપમાન -14 ડિગ્રી પહોંચ્યું, ‘દિતવાહ’ ની અસર દક્ષિણ ભારતમાં વરસાદની હવામાન આગાહી

કેદારનાથ માં લઘુત્તમ તાપમાન -14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાથે ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજ થવાની સંભાવના છે.

NATIONAL Top Stories India Breaking News
કેદારનાથમાં તાપમાન -14 ડિગ્રી પહોંચ્યું.

India IMD Update: દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પર્વતીય રાજ્યો, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં તાજેતરમાં ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.

જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી

ત્યારે ચક્રવાત ‘દિતવાહ’ ની અસર દક્ષિણ ભારત સુધી મર્યાદિત છે, જ્યાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, અને ઉત્તરીય રાજ્યોમાં તેની કોઈ સીધી અસર નથી. તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર લગભગ ઉત્તર તરફ આગળ વધવાની અને બુધવારે સવાર સુધીમાં વધુ નબળું પડવાની શક્યતા છે. કરાઇકલ અને ચેન્નાઈ પર ડોપ્લર વેધર રડાર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ અને રાનીપેટ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

કેદારનાથ માં લઘુત્તમ તાપમાન -14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું 

ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ (કાશ્મીર), લાહૌલ-સ્પીતિ, કિન્નૌર, મનાલી, શિમલા, કુફરી (હિમાચલ પ્રદેશ) અને ઔલી, કેદારનાથ ખીણ, ચોપટા (ઉત્તરાખંડ) જેવા વિસ્તારોમાં તાજી હિમવર્ષા નોંધાઈ હતી ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે, જેના કારણે નદીઓ અને ઝરણાંઓ થીજી ગયા છે. લઘુત્તમ તાપમાન-14 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગે (IMD) આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં 4-5 ડિસેમ્બરની આસપાસ ફરી વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. ભારે હિમવર્ષાને કારણે કેટલાક મુખ્ય ધોરીમાર્ગો અને સ્થાનિક રસ્તાઓ, ખાસ કરીને લાહૌલ-સ્પીતિ અને કિન્નૌર ખીણોમાં ટ્રાફિક ખોરવાયો છે.

જબલપુર અને ગ્વાલિયર સહિત 12 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું

શનિવારે જબલપુર અને ગ્વાલિયર સહિત મધ્યપ્રદેશના 12 શહેરોમાં તાપ-માન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ઇન્દોર, ભોપાલ અને ઉજ્જૈન સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શેખાવાટી અને બિકાનેર વિભાગમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાની ધારણા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી