IMD Update India: હવામાન વિભાગ (IMD)મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે, પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઠંડીમાં વધારો થયો છે. ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે.
સોનમર્ગ, ગુરેઝ, દૂધપથ્ જમ્મુના આ વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ
જમ્મુ વિભાગના પ્રખ્યાત પર્યટન સ્થળ નાથ ટોપ પર બરફવર્ષા થઈ. પ્રવાસીઓ આ વિસ્તારમાં ઉમટી રહ્યા છે. કારગિલ અને લેહના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી થી મધ્યમ હિમવર્ષા થઈ, જેમાં ખારડોંગલા, જંગલા અને શિંકુલાનો સમાવેશ થાય છે. દ્રાસ તરફના ઝોજીલા ટનલ વિસ્તારમાં બરફ જમા થયો.
બદ્રીનાથ અને કેદારનાથ પર બરફની ચાદર
ઉત્તરાખંડમાં, બદ્રીનાથ, કેદારનાથ અને હેમકુંડ સાહિબ સહિત હિમાલયના શિખરો બરફના સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા હતા. આસપાસના નીચલા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો. મેદાની વિસ્તારોમાં હવામાન શુષ્ક રહ્યું.
હિમાચલ પ્રદેશના આ જિલ્લાઓમાં બરફવર્ષા
હિમાચલ પ્રદેશના રોહતાંગ, બરાલાચા, શિંકુલા, કુંજુમ અને ધૌલાધારમાં બરફવર્ષા થઈ. લાહૌલ સ્પીતિના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હળવી હિમવર્ષા થઈ. બરફવર્ષાને કારણે સવારે બંધ થયેલા મનાલી-લેહ અને દારચા-ઝાંસ્કર માર્ગો સાંજે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા.
લાહૌલ-સ્પિતિ જિલ્લામાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધીમાં, કુકુમસેરીમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ, તાબોમાં માઈનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ અને કીલોંગમાં માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં વરસાદ
આગામી 24 કલાક દરમિયાન, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં હળવોથી મધ્યમ વરસાદ શક્ય છે.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવો વરસાદ શક્ય છે. ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતના કેટલાક ભાગોમાં 6 નવેમ્બર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ, ઉત્તરાખંડ, મેઘાલય, ત્રિપુરા, મૈપુર અને મિઝોરમમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
આજે હરિયાણા અને પંજાબમાં વરસાદની આગાહી
દિલ્હી-NCRમાં હાલમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન પ્રદૂષણ પણ ભારે તકલીફ ઉભી કરી રહ્યું છે. હવામાન વિભાગે ગુરુવારે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં હળવા વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદથી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
