Not Set/ અયોધ્યામાં 5.51 લાખ દીવડાઓ પ્રગટાવવાનો કાર્યક્રમ શરૂ, બનશે વર્લ્ડ રેકોર્ડ

અયોધ્યા ભગવાન રામનાં શહેર અયોધ્યામાં શનિવારે દીપોત્સવની ત્રીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી રહી છે. આ વખતે સરયૂ કિનારા પર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રણ દિવસ ચાલશે. આ ઉત્સવમાં 5 લાખ 51 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે જે એક વર્લ્ડ રેકોર્ડ હશે. #WATCH 'Deepotsav' celebrations underway at Ram ki Paidi in #Ayodhya pic.twitter.com/j6vlcB9oGP — ANI […]

Top Stories India

અયોધ્યા ભગવાન રામનાં શહેર અયોધ્યામાં શનિવારે દીપોત્સવની ત્રીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી રહી છે. આ વખતે સરયૂ કિનારા પર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રણ દિવસ ચાલશે. આ ઉત્સવમાં 5 લાખ 51 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે જે એક વર્લ્ડ રેકોર્ડ હશે.

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ અયોધ્યામાં હાજર છે, જેમણે ભગવાન રામને તાજ પહેરાવ્યો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે.

અવધ યુનિવર્સિટીનાં 6000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ઉત્સવને સાર્થક બનાવવા માટે રોકાયેલા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો 12 ઘાટ ઉપર દીવડાઓ સજાવટ કરી રહ્યા છે. તેમની નજર શનિવારે સાંજે દીવો પ્રગટાવવા માટેનો વિશ્વ રેકોર્ડ બનાવવાની છે. આ વખતે રામનાં શહેર અયોધ્યામાં ત્રેતાયુગ જેવી ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગી સરકારે આ પ્રસંગને વિશેષ બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ પ્રસંગે, એક સાથે 5.51 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, રામની પરંપરા પર દરેકને અનુભુતી હોય છે. સીએમ યોગીએ કહ્યું, ‘મોદી સરકારમાં કોઈ પણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ વિકાસ કરી રહી છે. અગાઉની સરકારો અયોધ્યાનાં નામથી ડરતી હતી. પીએમ મોદીએ રામ રાજ્યની કલ્પનાનો અહેસાસ કરાવવાનાં સપનાને સાકાર કર્યો છે. મોદીએ ભારતની પરંપરાને વિશ્વ મંચ પર મૂકી છે. વિશ્વમાં ભારત વિશ્વગુરુ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે.

Image result for ayodhya diwali

આ સિવાય મુખ્યમંત્રી યોગીએ ઈશારાઓમાં પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે અમે અમારા શત્રુઓને સારી રીતે જવાબ આપી દીધો છે. સીએમ યોગીએ અગાઉની સરકારો પર અયોધ્યાની અવગણના કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અગાઉની સરકારો અયોધ્યાનાં નામથી ડરતી હતી અને તે અહીં આવવા પણ માંગતી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.