Ahmedabad News/ અમદાવાદનો શાહીબાગ અંડરપાસ આજથી બંધ

અમદાવાદમાં રિપેરિંગની કામગીરી નિમિત્તે શાહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. તે સાત એપ્રિલ સુધી બંધ રહેશે. તેથી દોઢ લાખ વાહનચાલકોએ રિવરફ્રન્ટનો ફેરો કરીને જવાની ફરજ પડશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદનો શાહીબાગ અંડરપાસ આજથી બંધ કરવામાં આવ્યો છે. આ અંડરપાસ સાતમી એપ્રિલ સુધી બંધ રહેવાનો છે. રિવરફ્રન્ટનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવશે. સમારકામ, જાળવણીના કામને લઈને અંડરપાસ બંધ કરવામાં આવશે. આના કારણે રિવરફ્રન્ટનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવશે.

સમારકામ અને જાળવણીના કામને લઈને અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. આના કારણે બપોરે 12થી સાંજના પાંચ સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. અંડરપાસના ત્રણેય પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ સંપૂર્ણ બંધ રહેશે. આમ શાહીબાગ અંડરપાસમાંથી પસાર થતાં રોજના દોઢેક લાખ વાહનોને ફોગટફેરો કરવો પડશે. જ્યારે પણ શાહીબાગ અંડરપાસ બંધ થાય છે ત્યારે રોજના દોઢેક લાખ વાહન હેરાન થાય છે.

તેમા પણ ખાસ કરીને ટુ-વ્હીલરચાલકોને સૌથી વધારે તકલીફ પડે છે. આના લીધે શાહીબાગ પોલીસ કમિશ્નરની કચેરીએ શાહીબાગ ટ્રાફિક જામ થાય તેવી સંભાવના પણ છે, તેનું કારણ એ છે કે તાત્કાલિક ધોરણે ટ્રાફિક બીજે નહીં વળે. પોલીસનું જાહેરનામું ગઇકાલે રાત્રે આવ્યું હોત તો આજે સવારે લોકોને ખબર પણ પડી હોત, હવે આ રીતે અચાનક ભરબપોરે જાહેરનામુ આપીને શાહીબાગ અંડરપાસ બંધ કરી દેવામાં આવતા લોકોની હેરાનગતિમાં પણ વધારો થયો છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ST અને લક્ઝરી બસો બંધ કરવાનું આયોજન, મંત્રી દર્શના વાઘેલાનું મોટું નિવેદન

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં, હેલ્મેટ નહીં પહેરો તો ખિસ્સા થશે હળવા

આ પણ વાંચો: અમદાવાદ : શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ AI ટેકનોલોજીની લેશે મદદ