IPL 2026/ અભિષેક શર્મા પર BCCIની કડક કાર્યવાહી, મેદાન પર અશ્લીલ શબ્દો બોલવા બદલ ફટકાર્યો મોટો દંડ

SRH ના બેટ્સમેન અભિષેક શર્મા (Abhishek Sharma) પર BCCI એ અશ્લીલ શબ્દો બોલવા બદલ 25% મેચ ફીનો દંડ ફટકાર્યો છે. પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યર પર પણ 12 લાખનો દંડ.

Trending Sports

Abhishek Sharma Fine IPL 2026: IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે મુશ્કેલીઓ વધી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની શાનદાર જીત બાદ અભિષેક શર્મા વિવાદમાં ફસાયો છે. મેદાન પર અસભ્ય વર્તન અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવા બદલ BCCIએ તેને દોષિત જાહેર કરી કડક સજા ફટકારી છે.

શું છે આખો મામલો?

2 એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં અભિષેક શર્માએ 48 રનની મહત્વની ઈનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, મેચ દરમિયાન તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો નહોતો. BCCI ના નિવેદન મુજબ, અભિષેકે IPL Code of Conduct ના આર્ટિકલ 2.3નું ઉલ્લંઘન કર્યું છે, જે અપમાનજનક કે અશ્લીલ ભાષાના ઉપયોગ સાથે જોડાયેલું છે.

Abhishek Sharma: BCCIએ આપી આ સજા

અભિષેક શર્મા પર તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અભિષેક શર્માએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હોવાથી, હવે આ મામલે કોઈ વધુ સુનાવણી કરવામાં આવશે નહીં.

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પર પણ પડી ગાજ

માત્ર અભિષેક જ નહીં, પણ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને પણ દંડનો સામનો કરવો પડ્યો છે. 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ (ધીમી ગતિએ ઓવર ફેંકવી) ને કારણે અય્યર પર 12 લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યર પર ક્યારે લાગી શકે છે બેન?

IPL ના નિયમો મુજબ, સ્લો ઓવર રેટ મામલે સજાના ત્રણ તબક્કા હોય છે. આ નિયમો અનુસાર, જો ટીમ પહેલીવાર ભૂલ કરે તો કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જ્યારે બીજી વખત ભૂલ થાય તો કેપ્ટન પર ૨૪ લાખ રૂપિયાનો દંડ અને ટીમના બાકીના ખેલાડીઓ પર પણ આર્થિક દંડ લગાવવામાં આવે છે. આ ઉપરાંત, જો ત્રીજી વાર આ જ ભૂલનું પુનરાવર્તન થાય તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ (Ban) અને મોટો દંડ ફટકારવાની કડક જોગવાઈ છે.

શ્રેયસ અય્યર માટે આ સિઝનની આ પહેલી ભૂલ છે, પરંતુ જો તે ફરીથી આવું કરશે તો તેને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. ગત સિઝનમાં પણ તેના પર બે વાર દંડ લાગ્યો હતો.


આ પણ વાંચો: પંજાબ કિંગ્સને મળ્યો નવો હીરો, કૂપર કોનોલીએ ડેબ્યુમાં 72 રન ફટકારી ગુજરાતને હરાવ્યું

આ પણ વાંચો:RCB ને મોટો ફટકો: યશ દયાલ IPL 2026 માંથી આઉટ, POCSO કેસમાં ફસાયા બાદ લેવાયો નિર્ણય

આ પણ વાંચો: IPL ની સૌથી મોટી ડીલ: ₹15,286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, જાણો કોણે ખરીદી?