IPL 2026 Punjab Kings Winner: આઈપીએલ 2026 ની ચોથી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી છે. મુલ્લાંપુરના નવા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનો અસલી હીરો ઓસ્ટ્રેલિયાનો 22 વર્ષીય યુવા ખેલાડી કૂપર કોનોલી (Cooper Connolly) રહ્યો. પંજાબની ટીમ જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે આ યુવાને ગુજરાતના બોલરોની બરાબરની ધોલાઈ કરીને અણનમ 72 રન ફટકાર્યા હતા.
નેહરાજીનો પ્લાન ફેલ, કોનોલીનો જલવો
ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની શરૂઆત સારી રહી હતી (83/1), પરંતુ અચાનક વિકેટો પડતા સ્કોર 118/6 થઈ ગયો હતો. અહીં એવું લાગતું હતું કે ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાની રણનીતિ કામ કરી ગઈ છે, પરંતુ કૂપર કોનોલી અંત સુધી ટકી રહ્યો હતો. તેણે માત્ર 44 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 72 રન બનાવી પંજાબને જીત અપાવી હતી.
કોણ છે કૂપર કોનોલી?
ડેબ્યુમાં ધમાકો: કૂપર કોનોલીની આ પ્રથમ IPL મેચ હતી. પંજાબે તેને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો ઉભરતો સ્ટાર: પર્થમાં જન્મેલા કોનોલીએ 2022 અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી હતી.
ઓલરાઉન્ડર ક્ષમતા: તે ડાબા હાથનો વિસ્ફોટક બેટ્સમેન છે અને જરૂર પડ્યે સ્પિન બોલિંગ પણ કરી શકે છે.
રેકોર્ડ બ્રેક ઇનિંગ: IPL ડેબ્યુમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં કોનોલી હવે 72* રન સાથે પાંચમા નંબરે આવી ગયો છે.
First of the season ✅pic.twitter.com/nnVYrNlI1m
— Punjab Kings (@PunjabKingsIPL) March 31, 2026
IPL મેચની ટૂંકી વિગત:
ગુજરાત ટાઇટન્સ: 162/10 (શુભમન ગિલ 39, જોસ બટલર 38; વિજયકુમાર વૈશાખ 3 વિકેટ)
પંજાબ કિંગ્સ: 165/7 (કૂપર કોનોલી 72*, માર્કો જાનસેન 9*; યુઝવેન્દ્ર ચહલ 2 વિકેટ)
પરિણામ: પંજાબ કિંગ્સ (Punjab kings )3 વિકેટથી વિજેતા.

