IPL 2026 Tragedy: આઈપીએલ 2026 ની રોમાંચક મેચો વચ્ચે એક માઠા સમાચાર આવ્યા છે. બીસીસીઆઈ (BCCI) ના બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કાર્યરત 76 વર્ષીય બ્રિટિશ નાગરિક ઈયાન વિલિયમ્સ લેંગફોર્ડનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. તેમનો મૃતદેહ મુંબઈની પ્રતિષ્ઠિત ટ્રાયડન્ટ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે.
રૂમ નંબર 2715 માંથી મળી લાશ (IPL)
મળતી માહિતી મુજબ, ઈયાન લેંગફોર્ડ ગત 24 માર્ચથી IPLના કવરેજ માટે મુંબઈની ટ્રાયડન્ટ હોટલમાં રોકાયા હતા. 29 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને કેકેઆર (MI vs KKR) વચ્ચેની મેચ પૂરી થયા બાદ તેઓ પોતાના રૂમ નંબર 2715 માં પરત ફર્યા હતા. બીજા દિવસે એટલે કે 30 માર્ચના રોજ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
હોટલ સ્ટાફે માસ્ટર કીથી દરવાજો ખોલતા સત્ય બહાર આવ્યું
સોમવારે સવારે જ્યારે હોટલ રિસેપ્શન પરથી ઈયાનના રૂમમાં ફોન કરવામાં આવ્યો ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો. શંકા જતા હોટલ સ્ટાફ રૂમ પર પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો, છતાં અંદરથી કોઈ હલચલ ન જણાતા માસ્ટર કી (Master Key) વડે રૂમ ખોલવામાં આવ્યો હતો. સ્ટાફે અંદર જોયું તો ઈયાન ફ્લોર પર મૃત અવસ્થામાં પડ્યા હતા. હોટલના ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
મરીન ડ્રાઈવ પોલીસ દ્વારા તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ રિપોર્ટ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ (IPL)એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ કુદરતી મૃત્યુ છે કે પછી કોઈ અન્ય કારણ? 76 વર્ષીય ઈયાન લાંબા સમયથી બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે કાર્યરત હતા અને તેમના નિધનથી સાથી કર્મચારીઓમાં શોક વ્યાપી ગયો છે.

