Not Set/ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ : CBI એ રાજકીય નેતાઓને ફસાવવા ઘડ્યો હતો પ્રિ-પ્લાન : કોર્ટ

મુંબઈ, બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં CBIની કોર્ટ દ્વારા ૧૩ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપતા પુરાવાઓના અભાવે તમામ ૨૨ આરોપીઓને દોષમુક્ત કર્યા હતા, જો કે આકાદા બાદ હવે કોર્ટ દ્વારા તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન પર એક સખ્ત ટિપ્પણી કરી છે. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેઓના સહયોગી તુલસી પ્રજાપતિના કથિત એન્કાઉન્ટર મામલે  હવે […]

Top Stories India Trending

મુંબઈ,

બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં CBIની કોર્ટ દ્વારા ૧૩ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપતા પુરાવાઓના અભાવે તમામ ૨૨ આરોપીઓને દોષમુક્ત કર્યા હતા, જો કે આકાદા બાદ હવે કોર્ટ દ્વારા તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન પર એક સખ્ત ટિપ્પણી કરી છે.

સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેઓના સહયોગી તુલસી પ્રજાપતિના કથિત એન્કાઉન્ટર મામલે  હવે કોર્ટ દ્વારા કાહેવામાં આવ્યું છે, “CBI દ્વારા રાજકીય નેતાઓને ફસાવવા માટે પહેલથી જ આયોજિત એક પ્લાન ઘડ્યો હતો”. 

Image result for cbi court

CBIની વિશેષ કોર્ટના જસ્ટિસ એસ જે શર્માએ CBI પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, “એન્કાઉન્ટર મામલે આ પૂરી તપાસ કોઈ પણ રીતે રાજનેતાઓને ફસાવવા માટે બનાવવામાં આવેલી એક કહાની પર કેન્દ્રિત હતી”.

તેઓએ વધુમાં કહ્યું, “તપાસ એજન્સી દ્વારા કોઈ પણ રીતે તથ્યો તૈયાર કર્યા અને ચાર્જશીટમાં સાક્ષીઓના નિવેદન ગનાહિત દંડ પ્રક્રિયાની ધારા ૧૬૧ અથવા તો ૧૬૪ હેઠળ લેવામાં આવેલા ખોટા નિવેદન રજૂ કર્યા હતા”.

જસ્ટિસ શર્માએ કહ્યું, “CBIની તપાસમાં સ્પષ્ટ પ્રતિત થાય છે કે, એજન્સી સત્ય શોધવાના પહેલાથી જ ગઠિત કરવામાં આવેલી એક કહાનીને યોગ્ય ઠેરવવા માટેની કોશિશમાં લાગી હતી”.

Image result for amit shah

ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહને છોડી મુકવા અંગે કહ્યું, “આ કથિત એન્કાઉન્ટરના આરોપી નંબર ૧૬ અમિત શાહને ગુનાઓમાંથી મુક્ત કરતા સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, આ તપાસ રાજનીતિથી પ્રેરિત છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, CBI દ્વારા આ એન્કાઉન્ટર મામલે રાજ્યના તત્કાલિન ગૃહમંત્રી અમિત શાહને આરોપી બનાવાયા હતા, પરંતુ ત્યારબાદ ૨૦૧૪માં તેઓને દોષમુક્ત કરાયા હતા”.

કોર્ટે પુરાવાના અભાવે મુક્ત કર્યા ૨૨ આરોપીઓ

આ પહેલા ૨૧ ડિસેમ્બરના રોજ CBIની કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, “સરકાર અને ઇન્વેસ્ટીગેશન એજન્સીઓ દ્વારા આ કેસની તપાસ માટે ખુબ મહેનત કરવામાં આવી છે અને આ માટે કુલ ૨૧૦ સાક્ષીઓને રજૂ કરાયા છે, પરંતુ કોઈ પણ પ્રકારના યોગ્ય પુરાવાઓ સામે આવી શક્યા નથી. આ સાથે જ કોર્ટ દ્વારા તમામ ૨૨ આરોપીઓને આરોપમુક્ત કર્યા છે”.

શું છે આ મામલો ?

national-sohrabuddin-encounter-case-cbi-verdict-updates-13-years

CBIના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સંબંધ રાખનારા કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેઓના સહયોગી તુલસી પ્રજાપતિને ગુજરાત પોલીસ દ્વારા એક બસમાંથી અગવા કરવામાં આવ્યા હતા, જયારે તેઓ ૨૨ અને ૨૩ નવેમ્બર ૨૦૦૫ દરમિયાન રાત્રિન સમયે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા.

અપહરણ કરાયા બાદ સોહરાબુદ્દીન શેખની ૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ અમદાવાદ પાસે કથિત એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ પછી જ તેની પત્ની કૌસરને પણ મારવામાં આવી હતી અને તેનો મૃતદેહ સગેવગે કરાયો હતો.