દુર્ઘટના/ કચ્છમાં પેરાગ્લાડિંગ કરતો યુવાન પટકાયો, સેફટીના સાધનો ન હોવાથી સર્જાઈ દુર્ઘટના

કચ્છ જિલ્લાના માંડવી બીચ પર પેરાગ્લાઈડીંગમાં 23 વર્ષીય યુવાન 25 ફૂટ ઉચેથી પટકાતા તેને કમ્મરના ભાગે ઈજા થવા પામી હતી.

Gujarat Others
પેરાગ્લાડિંગ
  • કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતો યુવાન પટકાયો
  • કચ્છના માંડવી બીચ પર કરતો હતો પેરાગ્લાઇડિંગ
  • અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતા સર્જાઇ દુર્ઘટના
  • સેફટીના સાધન ન હોવાથી યુવાનને પહોંચી ઇજાઓ
  • ગાડીચાલક સામે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાઈ
  • કલેક્ટરનો આદેશ છતાં ચાલુ હતુ પેરાગ્લાઇડિંગ

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કંઈક આઉટ ઓફ ધ બોક્સ કરવા માંગે છે. સામાન્ય રીતે લોકો ગમે ત્યાં ફરવા જાય છે, પછી ત્યાં ખાય-પીવે છે, અહીં-ત્યાંની હરિયાળી જુએ છે, પહાડો અને ધોધ જુએ છે અને પછી ત્યાંથી પાછા આવે છે. પરંતુ સાથે સાથે કેટલાક લોકો એવા પણ હોય છે જેમને કંઇક અલગ, કંઇક હિંમતભર્યું કામ કરવાનું મન થાય છે. આવા લોકો માટે પેરાગ્લાઈડિંગ , ડાઈવિંગ અને બંજી જમ્પિંગ જેવી રમતો શ્રેષ્ઠ છે. ત્યારે આવામાં કચ્છ જિલ્લાના માંડવી બીચ પર પેરાગ્લાઈડીંગ માં 23 વર્ષીય યુવાન 25 ફૂટ ઉચેથી પટકાતા તેને કમ્મરના ભાગે ઈજા થવા પામી હતી. પેરાગ્લાડિંગની ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા આ દુર્ઘટના ઘટી હતી.

આ પણ વાંચો :હળવદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ભર્યું આ પગલું, જાણો સમગ્ર વિગત

આ અંગે મળતી માહિતી અનુસાર, ભુજના સંજોગનગરમાં રહેતો યુવાન મકરસંક્રાંતિના દિવસે માંડવી બીચ પર ફરવા ગયો હતો. ત્યાં પેરાગ્લાડિંગ ની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાયો હતો. જેથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચ (ઉં.વ.23)એ માંડવી બીચ પર પેરાગ્લાડિંગ ની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીચાલકે 25 ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો, જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો :સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસમાં લાગી આગ,એકનું મોત

ઉલેગનીય છે.કે પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત 13 નવેમ્બર 2021ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના સામે આવતાં પોલીસે આરોપી ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સાબરમતી જેલમાં 20 કેદીઓ અને બે પોલીસ કર્મી સ્ટાફ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો : વાગરા તાલુકાના મુલેર ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ગેસ લાઈનમાં આગથી દોડધામ

આ પણ વાંચો :PM મોદી આગામી સપ્તાહે ગુજરાતના ભાજપ કાર્યકરો સાથે કરશે વર્ચ્યુઅલ ચર્ચા