જુનાગઢ/ પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

જૂનાગઢના સરગવાળામાં સાસરીયે રહેતી પરિણિતાના શંકાસ્પદ મોત મામલે સિવિલ હોસ્પિટલમાં સાસરીયા અને પિયર પક્ષ વચ્ચે બઘડાટી બોલતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

Top Stories Gujarat Others
Mantavyanews 5 1 પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે...

@અમર બખાઈ 

Junagadh News: રાજકોટ જિલ્લાના ઉપલેટાના અરણી ગામની યુવતી અને હાલ જૂનાગઢના સરગવાળા વિસ્તારમાં સાસરીયામાં રહેતી જાગૃતીબેન ભરતભાઈ વઘેરા ઉં 24નું શંકાસ્પદ મોત નીપજ્યું હતું જાગૃતિબેનના પતિ સસરા અને સાસરીયા પક્ષ દ્વારા તેને બપોરના સમયે સિવિલ હોસ્પિટલ ખસેડાતા ત્યાં તબીબે મૃત જાહેર કરતા મૃતક જાગૃતિબેનના માવતર પક્ષ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો જ્યારે માવતર પક્ષે મૃતક જાગૃતિબેનની હત્યા સાસરીયા પક્ષે કર્યા હોવાના આક્ષેપ કર્યો છે આ સમગ્ર મામલે પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં મૃતક જાગૃતિબેનના સાસરીયા પક્ષ અને માવતર પક્ષ બને આમને સામને આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી થઈ હતી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં જ બઘડાટી બોલતા દોડાદોડી નો માહોલ સર્જાયો હતો આ સમગ્ર મામલો પોલીસે વચમાં પડી અને બંને પક્ષને છોડાવ્યા અને મામલો થાળે પાડ્યો હતો પરંતુ પોલીસની હાજરીમાં જ સાસરીયા અને માવતર પક્ષએ મારામારી કરતાં અરેરાટી મચી ગઇ હતી.

મૃતક જાગૃતિબેનના લગ્ન સાત વર્ષ પહેલા ભરત વઘેરા સાથે થયા હતા અને હાલ તેમને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે મૃતક જાગૃતિબેનના પરિવારજનો આક્ષેપ છે કે સાત વર્ષમાં અનેકવાર મૃતકને સાસરીયા પક્ષ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને ત્રાસ આપવામાં આવતો હતો અને આજે જાગૃતિ બહેનને સાસરીયા પક્ષે મારી નાખી છે જ્યારે આપઘાત મૃતકે કર્યો હોય તો તેનું મૃતદેહ પોલીસને જાણ કર્યા બાદ સ્થળ પરથી ખસેડવાનું હોય છે પરંતુ કોઈને જાણ કર્યા વગર જ સાસરીયા પક્ષે મૃતદેહને હોસ્પિટલ ખસેડી બાદમાં મૃતકના માવતર અને પોલીસને જાણ કરી હતી એટલે મૃતક જાગૃતિબેનના પિતાનો આક્ષેપ છે કે તેમની દીકરીએ આપઘાત નહીં પરંતુ તેની હત્યા સાસરીયા પક્ષે કરી છે. આ સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી આવી પરિણીત મહિલાનો આઘાત છે કે હત્યા થઈ છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર