Not Set/ મહારાષ્ટ્ર/ ચૂંટણી પંચે ભાજપ મુંબઈનાં અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢાને ફટકારી નોટીસ

દેશનાં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, જેને લઇને નેતાઓ અને કાર્યકર્તાઓ મતદારોને પોતાની પાર્ટીને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં મળી રહેલી માહિતી મુજબ, ચૂંટણી પંચે મુંબઈ ભાજપનાં અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢાને પોતાના એક ભાષણને લઇને નોટીસ ફટકારી છે. આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 નો પ્રચાર અભિયાન […]

Top Stories India
lodha ec મહારાષ્ટ્ર/ ચૂંટણી પંચે ભાજપ મુંબઈનાં અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢાને ફટકારી નોટીસ

દેશનાં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, જેને લઇને નેતાઓ અને કાર્યકર્તાઓ મતદારોને પોતાની પાર્ટીને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં મળી રહેલી માહિતી મુજબ, ચૂંટણી પંચે મુંબઈ ભાજપનાં અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢાને પોતાના એક ભાષણને લઇને નોટીસ ફટકારી છે.

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 નો પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતિમાં નેતાઓ મતદારોને રીજવવા મોટા મોટા નિવેદનો આપી રહ્યા છે. આ કડીમાં મુંબઈ ભાજપનાં અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢાએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા 1993 બોમ્બ ધમાકાનાં કથિતરૂપથી લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તાર સાથે જોડી દીધુ. આપને જણાવી દઇએ કે, મુંબઈમાં 1993માં એક પછી એક ધમાકાઓ થયા હતા અને શહેરને ઉગ્ર રમખાણોએ ઘેરી લીધુ હતુ.

લોઢા બે દિવસ પહેલા મધ્ય મુંબઈની મુમ્બાદેવી વિધાનસભા બેઠક પરથી શિવસેનાનાં ઉમેદવાર પંડુરાંગ સકપાલ માટે પ્રચાર કરી રહ્યા હતા. એક ઓડિયો ક્લિપમાં, એક કથિત ભાષણમાં, તે કહેતા સાંભળવામાં મળી રહ્યા છે કે, ‘1992 ના રમખાણોની યાદ આવે છે, જ્યારે અહીં વિસ્ફોટો અને ગોળીઓ ચાલી હતી, તે અહીંથી પાંચ કિલોમીટર દૂર શેરીઓ પર ચાલી રહી હતી.’

લોઢા દ્વારા આપાવમાં આવેલા આ ઉશ્કેરણીજનક ભાષણ બાદ ચૂંટણી પંચે તેમને આ  કરવા બદલ નોટિસ ફટકારી છે. ઇસીએ લોઢાને તેમના નિવેદન પર જવાબ આપવા અને સ્પષ્ટતા કરવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.