અમદાવાદ/ ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પડતાં 1 કરોડ રોકડા મળી આવ્યા

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ એસ્ટ્રોલ પાઇપની કોર્પોરેટ ઓફીસ પર IT વિભાગે દરોડા પાડ્યા હતા. વહેલી સવારથી ઇન્કમટેક્સની ચાર ટિમ દ્વારા સર્ચ અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી

Top Stories Ahmedabad Gujarat
Untitled 294 8 ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પડતાં 1 કરોડ રોકડા મળી આવ્યા

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીઓ સામે લાલ આંખ કરી છે અને ગેરકાયદેસરની મિલકત તેમજ ગેરકાનૂની વ્યવહારો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની મોટી મોટી કંપનીઓમાં IT વિભાગના દરોડા પાડવામાં   આવ્યા  હતા  . જેમાં આજે સવારે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. જેમાં ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી આ જ બે નામાંકિત ગ્રુપો પર અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. કુલ 40 જગ્યાઓ IT વિભાગ ત્રાટકયું છે.

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ એસ્ટ્રોલ પાઇપની કોર્પોરેટ ઓફીસ પર IT વિભાગે દરોડા પાડ્યા હતા. વહેલી સવારથી ઇન્કમટેક્સની ચાર ટિમ દ્વારા સર્ચ અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી . દરોડા દરમિયાન કડ 1 કરોડ રોપણ મળી આવી  છે તેમજ  કંપનીના 12 લોકર IT એ સીલ કર્યા છે .

હાલ સર્વર માંથી ડેટા લેવાનું કામ ચાલુ  કરવામાં  આવ્યું છે . આજે અમદાવાદમાં 20 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં  આવ્યા હતા . જેમાં  આ બને કંપનીઓએ ઇન્કમ ટેક્સમાં ગોટાળો કર્યાની આશંકા

જોવા મળી રહી છે . આ  ઉપરાંત દેશમાં 40 થી વધુ જગ્યાઓ પર પાડ્યા હતા દરોડા જેમાં જયપુર, દિલ્હી મુંબઈ ,અમદાવાદમાં પાડ્યા હતા . તેમજ ઓફિસ ઘર અને ફેકટરીમાં પાડ્યા હતા દરોડા પાડવામાં આવ્યા હતા