Kutch/ ગાય-ભેંસ વર્ગના તમામ પશુઓમાં ઇઅર ટેગિંગ કેમ્પેઇન શરૂ કરાશે

પશુઓને કાનમાં લગાડવાના ઇઅરટેગ યોગ્ય રીતે કાનની મધ્યભાગમાં લાગે તે માટે પશુપાલક દ્વારા પોતાના પશુને બાંધીને નિયંત્રિત કરવામાં આવે તે જરૂરી છે. જે માટે પશુઓને બાર કોડેડ ઇઅરટેગ લગાડવા માટે આવનાર પશુપાલન સ્ટાફને દરેક પશુપાલક સંપુર્ણ સહકાર આપે અને આગામી ફેબ્રુઆરી-૨૦૨૧માં પશુઓને નિશુલ્ક રસીકરણ કરાવી પોતાનું મહામુલું પશુધન બચાવવા સહ રાષ્ટ્રનાં વિકાસમાં સહભાગી થાય તેવી અપીલ કરાઇ છે

Gujarat Others
biden 1 ગાય-ભેંસ વર્ગના તમામ પશુઓમાં ઇઅર ટેગિંગ કેમ્પેઇન શરૂ કરાશે

@કૌશિક છાયા, કચ્છ

હવે ખાસ ઇઅર ટેગ બનશે પશુઓનું આધાર-કાર્ડ

ભારત સરકારનાં ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ (INAPH) કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લાનાં ગાય તેમજ ભેંસ વર્ગના લગભગ ૮.૮૭ લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપે ટુંક્માં શરૂ કરવામાં આવનાર છે. આ ઇઅર ટેગિંગ એક પ્રકારે પશુઓનાં આધાર કાર્ડ સમાન છે. જેમાં દરેક પશુને કાનમાં ઇઅર ટેગ લગાડી બારકોડેડ યુનિક આઇડેન્ટિફિકેશન (UID) આપી તેની ઓળખ, ઉમર, વેતર, માલીકનું નામ, ગામ, મોબાઇલ નંબર વગેરે વિગતો આ માટેનાં ખાસ INAPH સોફટવેરમાં નોંધવામાં આવશે.

biden 2 ગાય-ભેંસ વર્ગના તમામ પશુઓમાં ઇઅર ટેગિંગ કેમ્પેઇન શરૂ કરાશે

જેના થકી પશુનાં વેકસીનેશન, કૃત્રિમ બીજદાન, ડિવર્મિંગ વગેરેને લગતી આનુસાંગિક માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. તેમજ ભવિષ્યમાં અછત, પુર, અતિવૃષ્ટિ કે અન્ય કોઇ પણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને સહાય તેમજ નુકશાન, મૃત્યુ વખતે વળતર, લોન, સરકારી યોજનાઓ વગેરે વિવિધ કામગીરી સમયસર કરવા માટે આ ઇઅર ટેગિંગ આધારરૂપ સાબિત થશે.

us election 2020 / બીડેન બહુમતીની નજીક,  હવે માત્ર એક વધુ રાજ્યમાં વિજયની જરૂર&…

હાલમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કચ્છ સહિત જે જિલ્લાઓમાં ૫૦% કરતાં ઓછું કૃત્રિમ બીજદાન થતું હોય ત્યાં રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ NAIP-Phase-II ચાલુ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકો ઓછા પણ વધુ દુધ આપતા પશુઓ રાખી પોતાના નફાનું પ્રમાણ વધારી શકે તે માટે ઉચ્ચ ઓલાદનાં નર પશુનાં વીર્યબીજ થી સારી ઓલાદનાં પશુઓ મેળવવાનો છે. જેમાં ચાલુ વર્ષે અત્યાર સુધી તેર હજારથી વધુ પશુઓને કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવાયા છે. જીલ્લા પંચાયત ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની પશુપાલન કચેરીઓ, સહકારી દુધ સંઘ (સરહદ ડેરી) તેમજ ડી.એમ.એફ. યોજનાનાં કૃત્રિમ બીજદાન કેન્દ્રો દ્વારા આ કામગીરી હાલ ચાલુ છે.

gujarat / રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોને દિવાળીની ભેટ, હવે …

આ ઉપરાંત નેશનલ એનીમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) હેઠળ પશુઓમાં જોવા મળતા ખરવા-મોવાસા તેમજ બ્રુસેલોસીસ જેવા રોગો ઉપર વર્ષ ૨૦૨૫ સુધીમાં નિયંત્રણ મેળવી તેમને નાબુદ કરી શકાય તે હેતુથી રસીકરણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવે છે. પશુઓમાં થતા ખરવા-મોવાસા નો રોગ સ્થાનિક ભાષામાં છારિયો કે સમોળો નામથી ઓળખાય છે. આની અસરથી પશુઓનું દૂધ ઉત્પાદન ઘણું ઘટી જાય છે તેમજ મોઢામાં તેમજ પગમાં પડતા ચાંદાઓને કારણે પશુને ઘણી યાતના ભોગવવી પડે છે.

suprime court / ઘરની અંદર SC/ST  વિરુદ્ધ ટિપ્પણી કરવીએ ગુનો નથી: સુપ્રીમ કોર…

જયારે બ્રુસેલોસીસ રોગથી પશુઓમાં ૭ થી ૯ માસની ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભપાત થવાથી તેમજ વિયાણ બાદ મેલી નહીં પડવાના ના કારણે પશુપાલકોને મોટું નુકસાન થતું હોય છે. પશુઓને થતા આ રોગો જો નાબૂદ થાય તો પશુપાલકોને થતું આર્થિક નુકસાન તો ઘટે તેમજ પશુ પેદાશો માટે દેશની બહાર આંતર રાષ્ટ્રીય સ્તરે બહોળું માર્કેટ મળી શકે તેમ છે. આ માટે આગામી ફેબ્રુ-૨૦૨૦ થી રસીકરણ કાર્યક્રમ નો નવો તબક્કો શરૂ થનાર છે. જે પહેલા જીલ્લાનાં ગાય અને ભેંસ વર્ગનાં તમામ પશુઓને ઇઅર ટેગ લગાડી તેની નોંધણી INAPH ના ખાસ સોફ્ટવેરમાં કરવાની થાય છે.

ચેતવણી / WHOઓ વિશ્વને આપી ચેતવણી, નવી મહામારી(રોગચાળો) માટે રહો તૈયાર…

પશુઓને કાનમાં લગાડવાના ઇઅરટેગ યોગ્ય રીતે કાનની મધ્યભાગમાં લાગે તે માટે પશુપાલક દ્વારા પોતાના પશુને બાંધીને નિયંત્રિત કરવામાં આવે તે જરૂરી છે. જે માટે પશુઓને બાર કોડેડ ઇઅરટેગ લગાડવા માટે આવનાર પશુપાલન સ્ટાફને દરેક પશુપાલક સંપુર્ણ સહકાર આપે અને આગામી ફેબ્રુઆરી-૨૦૨૧માં પશુઓને નિશુલ્ક રસીકરણ કરાવી પોતાનું મહામુલું પશુધન બચાવવા સહ રાષ્ટ્રનાં વિકાસમાં સહભાગી થાય તેવી અપીલ કરાઇ છે