Mehsana News: આજે 2જી ઓક્ટોબરના ગાંધી જયંતિના દિવસે મહેસાણા જિલ્લા ના શિક્ષકો એ આંદોલનનું રણસિંગુ ફૂંકયું છે.રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ આયોજિત મહેસાણા જિલ્લાના શિક્ષકોએ અરવિંદ બાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ તમામ શિક્ષકો એ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.
શિક્ષકો માટે અતિ લાભદાયી જૂની પેંશન યોજના જે સરકાર દ્વારા બંધ કરાઈ છે એ ફરી ચાલુ કરી જૂની પેંશન યોજના લાગુ કરવા શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.પેંશન યોજના ઉપરાંત વિવિધ પડતર માંગણીઓ મુદ્દે પણ શિક્ષકો એ વિરોધના સુર વ્યક્ત કર્યા છે.
આ સાથે આગામી એક અઠવાડિયા સુધી શિક્ષકો દ્વારા પોતાની માંગણીઓ મુદ્દે સંસદસભ્ય,ધારાસભ્યો સહિતના મોટા ગજા ના નેતાઓને પણ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા શિક્ષકો નો અવાજ સરકાર સુધી પહોંચાડવા રોજે રોજ એક સપ્તાહ સુધી નેતાઓને રોજેરોજ આવેદનપત્રો આપી વિરોધ નોંધાવ્યો આમ,શિક્ષકો નું આંદોલન આગામી સમય માં વેગ પકડવા ની શક્યતાઓ રહેલી છે.
જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચેનો તફાવત
જૂની પેન્શન યોજના
- આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે.
- OPS હેઠળ, પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી.
- જૂની પેન્શન યોજના હેઠળ પેમેન્ટ સરકાર પોતાની તિજોરીમાંથી કરે છે.
- આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી ઉપલબ્ધ છે.
- આમાં જનરલ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે
- છ મહિના પછી મોંઘવારી ભથ્થું વધારવાની જોગવાઈ છે.
નવી પેન્શન યોજનામાં શું છે?
- કર્મચારીના મૂળ પગારમાંથી 10 ટકા અને ડીએ કાપવામાં આવે છે.
- નવી પેન્શન યોજના શેરબજાર પર આધારિત છે, જેના કારણે તે એટલી સલામત નથી.
- છ મહિના પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી.
- નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી.
- આ પણ કર કપાત હેઠળ આવે છે.
- નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે, તમારે એનપીએસના 40 ટકા વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર