Unseasonal rain/ વરસાદની આગાહી વચ્ચે કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે આવ્યું માવઠું

ગાજવીજ સાથે વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ઉભા પાક પર સંકટ

Gujarat Others

રજનીશ નાગડ – પ્રતિનિધિ, જામનગર

જામનગરઃ રાજ્યમાં કારતકમાં અષાઢ મહિના જેવો માહોલ જામ્યો છે. શનિવારની રાતથી અને આજે રવિવારે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં અને ખાસ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ઘણી જ ચિંતા વ્યાપી છે. વરસાદની આગાહીના પગલે કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાનો માર લાગ્યો છે.

પંથકના વાતાવરણમા અચાનક પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદી છાંટા પડવા લાગ્યા હતા. કાલાવડ જુનાગઢ હાઈવે પર સતોદર વાવડી નાગપુર ગોલાણીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ઉભા પાક પર સંકટ તોળાઈ રહ્યું છે.

કમોસમી વરસાદની આગાહીના પગલે સમગ્ર માવઠાનો માર લાગ્યો છે. ત્યારે કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી તેમજ અમુક વિસ્તારોમાં કાળા ડિબાગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું.

રાજ્યમાં તા.25થી 27 ત્રણ દિવસ સુધી સૌરાષ્ટના જામનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, સોમનાથ અને સુરેન્દ્રનગર સહિતના જીલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.