ચેહરસિંહ વાઘેલા , બનાસકાંઠા, મંતવ્ય ન્યુઝ
થરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોમાં રોષ
નેશનલ હાઇવે ની ઓથોરિટી ની બેદરકારી આવી સામે
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકા માંથી પસાર થતાં પાલનપુર રાધનપુર નેશનલ હાઇવે નં 27 ઉપર આવેલ થરા નગરપાલિકા વિસ્તારના સર્વિસ રોડ ઉપર બજારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાનો બનાવ બને છે નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારી ના દ્રશ્યો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વહેપારીઓ દ્વારા નગરપાલિકા અને હાઇવે ઓથોરિટી ને અનેકવાર રજુઆત કરી હોવા છતાં આ સમસ્યા નો હલ થતો નથી.ત્યારે થરા વિસ્તારમાં ગટર લાઈનો અનેક જગ્યાએ તૂટેલી અને બ્લોક હાલતમાં હોવાથી પાણીનો નિકાલ થતો ન હોવાનું લોકો જણાવી રહ્યા છે.

થરા માં ટોટાણા રોડ રૂણી રોડ જૂના પોલીસ લાઈન બાજુ પાણી ભરાતા બજારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા નો હલ નહી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.થરા નગરપાલિકા લોકોના પ્રશ્નો ને ધ્યાનમાં લઇ નેશનલ હાઇવે ઓથોરિટી ને રજૂઆત કરી સમસ્યા નો હલ કરાવે એવી લોકો માંગ કરી રહ્યા છે.
