Not Set/ રાજ્યમાં મ્યુકોરમાયકોસીસની ટ્રીટમનેન્ટ પ્રોટોકોલ માટે 11 તબીબોની ટાસ્ક ફોર્સની રચના

કોરોના મહામારીના પડકારની વચ્ચે રાજ્યભરમાં વધુ એક રોગે માથું ઉચક્યું છે.કોરોનાના પ્રવર્તમાન એપીડેમીકમાં રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના કેસો સામે આવી રહ્યા છે.ભારત

Gujarat
cm meeting 6 રાજ્યમાં મ્યુકોરમાયકોસીસની ટ્રીટમનેન્ટ પ્રોટોકોલ માટે 11 તબીબોની ટાસ્ક ફોર્સની રચના

કોરોના મહામારીના પડકારની વચ્ચે રાજ્યભરમાં વધુ એક રોગે માથું ઉચક્યું છે.કોરોનાના પ્રવર્તમાન એપીડેમીકમાં રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના કેસો સામે આવી રહ્યા છે.ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ 1897 અન્યવયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે.રાજ્ય સરકાર પણ આ બાબતને લઈને સતત ચિંતિત છે, તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મ્યુકરમાયકોસીસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી 11 તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે. આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ રોગ નો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે.એટલું જ નહીં, આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે, જેના કારણે રાજ્યમાં મ્યુકોમાયરોસીસ રોગને વધુ ફેલાતો અટકાવી શકાયો છે.રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના અત્યારસુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 81.6% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે 14.3% દર્દીઓ સાજા થયા છે તેમજ 4.1% દર્દીઓના મૃત્યુ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાયકોસીસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ઇ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી, મેડીસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોના 11 તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 આ ટાસ્ક ફોર્સમાં અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક અને ડીન ડો. ગીરીશ પરમાર, બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય, બી.જે. મેડીકલ કોલેજના ઈ. એન.ટી ડો. બેલા પ્રજાપતિ, અમદાવાદની એમ. એન્ડ જે. ઇન્સ્ટિટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ઓપ્થેલ્મોલોજી ડો. હંસા ઠક્કર, સુરતની સરકારી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. અશ્વિન વસાવા, સુરતની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. આનંદ ચોધરી, જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. બી. આઈ. ગોસ્વામી, રાજકોટની પી. ડી. યુ. મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી, રાજકોટની પી.ડી. યુ. મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીતિ શેઠ, ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. સુશીલ ઝા તેમજ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીલેશ વી. પારેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.

sago str 25 રાજ્યમાં મ્યુકોરમાયકોસીસની ટ્રીટમનેન્ટ પ્રોટોકોલ માટે 11 તબીબોની ટાસ્ક ફોર્સની રચના