વલસાડ/ વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત

લસાડના કાંજણ રણછોડ ગામના વણઝાર ફળિયામાં રહેતા સુમનભાઈ પટેલની પુત્રી પ્રતીક્ષા ઘરના આંગણમાં બેસી અને વાસણ સાફ કરી રહી હતી.

Gujarat Others
Mantavyanews 68 વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત
  • વલસાડમાં ડીજીવીસીએલની બેદરકારી
  • કાંજણ રણછોડ ગામમાં વીજ તાર તૂટયો
  • પુત્રીને કરંટ લાગતા બચાવવા જતાં પિતાનું મોત

વલસાડમાં ડીજીવીસીએલની બેદરકારી સામે આવી છે.વલસાડ જિલ્લાના કાંજણ રણછોડ ગામમાં વીજ તાર તૂટી પડતા પુત્રીને કરંટ લાગતા બચાવવા જતાં પિતાનું કરુણ મોત નિપજ્યું છે. પુત્રી અત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.

બનાવની વિગત મુજબ વલસાડના કાંજણ રણછોડ ગામના વણઝાર ફળિયામાં રહેતા સુમનભાઈ પટેલની પુત્રી પ્રતીક્ષા ઘરના આંગણમાં બેસી અને વાસણ સાફ કરી રહી હતી. એ વખતે જ ઘર ઉપરથી પસાર થતી વીજ લાઈનનો વીજ તાર અચાનક તૂટી પડ્યો હતો. આથી પુત્રીને કરંટ લાગ્યો હતો.

પુત્રીએ બૂમાબૂમ કરતા પિતા દોડીને પુત્રીને બચાવવા જતાં તેમને પણ કરંટ લાગ્યો હતો. જો કે કરંટ લાગતા પિતાએ પુત્રીને તો બચાવી લીધી હતી. પરંતુ પિતાનું કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું હતું .ઇજાગ્રસ્ત પુત્રી સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનામાં પિતાના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.


આ પણ વાંચો:સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો

આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો

આ પણ વાંચો:માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો:વડોદરામાં ઈદના જુલૂસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’ સોંગ, ત્રણ લોકોની ધરપકડ