નાંદેડ પોલીસે શિવસેના (શિંદે જૂથ)ના સાંસદ હેમંત પાટીલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મંગળવારે હેમંત પાટીલ નાંદેડની સરકારી હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલની સુવિધાઓ અને સ્વચ્છતાની સમીક્ષા કરી. તે દરમિયાન જ્યારે તેણે ગંદુ ટોઈલેટ જોયું તો તે ગુસ્સે થઈ ગયો અને હોસ્પિટલના ડીન પાસે ટોઈલેટ સાફ કરાવ્યું હતું.
એમપી હેમંત પાટીલે મેડિકલ કોલેજના કાર્યકારી ડીન ડો. શ્યામરાવ વાકોડે દ્વારા બળજબરીથી ટોઈલેટ સાફ કરાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સો.મીડિયા પર વાયરલ થયો છે. ડીન વાકોડેની ફરિયાદ બાદ પોલીસે જાહેર સેવકને તેની ફરજમાં અવરોધ અને બદનામ કરવા બદલ કેસ નોંધ્યો છે.
વીડિયોમાં ડીન ટોઈલેટ સાફ કરતા જોવા મળ્યા
હિંગોલીના સાંસદ હેમંત પાટીલે મંગળવારે ડો. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાયરલ વીડિયોમાં પાટીલ વાકોડેને સાવરણી સોંપતા અને તેને ટોઈલેટ અને દિવાલ પર લગાવેલ યુરિનલ સાફ કરતા જોવા મળે છે.
સીએમ એકનાથ શિંદેની ખૂબ જ નજીક છે પાટિલ
શિવસેના (શિંદે જૂથ)ના સાંસદ હેમંત પાટીલ સીએમ એકનાથ શિંદેના ખુબ નજીક છે. તેમણે કહ્યું કે,સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ સ્થિતી જોઈને મને ખુબ દુ:ખ થાય છે. ટોઈલેટની ઘણા મહિનાથી સફાઈ થઈ નથી. હોસ્પિટના વોર્ડમાં ટોઈલેટમાં તાળા લાગ્યા છે. ટોઈલેટમાં પાણી પણ ઉપલબ્ધ નથી.
ઉલ્લેખનિય છે કે, મધ્ય મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ડો.શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 48 કલાક સુધીમાં નાના બાળકો સહિત 31 લોકો મોત થયા છે. અગાઉ 30 સપ્ટેમ્બર બાદ 24 કલાકની અંદર હોસ્પિટલમાં 12 શિશુ સાથે 24ના મોત થયા હતા. અધિકારીઓ અનુસાર, હોસ્પિટલમાં ત્યાર બાદ 7 વધુ લોકોના મોત થયા હતાં.
આ પણ વાંચો: Maharashtra/ સરકારી હોસ્પિટલ બની ‘મોતનું ઘર’! 24 કલાકમાં વધુ 25 દર્દીઓના મોત
આ પણ વાંચો: China Nuclear Accident/ ચીનની ન્યુક્લિયર સબમરીન બની અકસ્માતનો શિકાર; 55 ખલાસીઓના મોત
આ પણ વાંચો: Asian Games 2023/ ભારતે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ખેલાડીઓએ કર્યો મેડલનો વરસાદ