આરોપ/ નવાબ મલિકે સમીર વાનખેડેની માતાનું ડેથ સર્ટિફિકેટ શેર કરી લગાવ્યા આરોપ…

મલિકનો આરોપ છે કે ઝાહિદાના મૃત્યુ બાદ વાનખેડે પરિવારે બે ડેથ સર્ટિફિકેટ બનાવ્યા હતા. પહેલા સર્ટિફિકેટમાં ઝાહિદાનો ધર્મ હિંદુ લખવામાં આવ્યો છે

Top Stories India
NAWAB MALIK 5 નવાબ મલિકે સમીર વાનખેડેની માતાનું ડેથ સર્ટિફિકેટ શેર કરી લગાવ્યા આરોપ...

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ સમીર વાનખેડેની ચાલી રહેલી ગાથામાં વધુ એક નવો દસ્તાવેજ બહાર આવ્યો છે. નવાબ મલિકે એક નવો દસ્તાવેજ જારી કર્યો છે. મલિકે હવે સમીર વાનખેડેની માતા ઝાહિદાનું મૃત્યુ પ્રમાણપત્ર શેર કર્યું છે. આ પ્રમાણપત્ર દ્વારા નવાબ મલિક દાવો કરી રહ્યા છે કે ઝાહિદાને ઓશિવારાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. ઝાહિદાના મૃત્યુ પછી પણ વાનખેડે પરિવારે છેતરપિંડી કરી અને બે અલગ-અલગ દસ્તાવેજો બનાવ્યા.

 

 

મલિકનો આરોપ છે કે ઝાહિદાના મૃત્યુ બાદ વાનખેડે પરિવારે બે ડેથ સર્ટિફિકેટ બનાવ્યા હતા. પહેલા સર્ટિફિકેટમાં ઝાહિદાનો ધર્મ હિંદુ લખવામાં આવ્યો છે. બીજા પ્રમાણપત્રમાં ઝાહિદા ધર્મ મુસ્લિમ લખવામાં આવ્યો છે. ઝાહિદાનું મૃત્યુ 16 એપ્રિલ 2015ના રોજ થયું હતું. પહેલું સર્ટિફિકેટ 16 એપ્રિલ 2015ના રોજ બન્યું હતું, જેમાં ઝાહિદાનો ધર્મ મુસ્લિમ લખવામાં આવ્યો હતો. બીજું સર્ટિફિકેટ 17 એપ્રિલ 2015ના રોજ બન્યું હતું, જેમાં ઝાહિદાનો ધર્મ હિંદુ લખવામાં આવ્યો હતો.નવાબ મલિકે દસ્તાવેજને ટ્વિટ કરીને લખ્યું, ‘અન્ય બનાવટી, અંતિમ સંસ્કાર માટે મુસ્લિમ અને સત્તાવાર દસ્તાવેજ માટે હિન્દુ? ધન્ય છે દાઉદ જ્ઞાનદેવ.