Not Set/ દિલ્હીનાં આર્મી કેન્ટીનમાં લાગી આગ, ઘટનાસ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની 8 ગાડીઓ

દેશમાં એક તરફ કોરોનાવાયરસ અને તીડનો કેહર સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ હવે ભીષણ ગરમીનાં કારણે દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંતી આગની ઘટનાનાં સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજધાની દિલ્હીનાં છાવણી વિસ્તારમાં સવારે આગ ફાટી નીકળી હતી. જેના કારણે આસપાસનાં વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ જોવા મળ્યુ હતું. અત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવામાં વ્યસ્ત […]

India
407d2a9f9ef8e8a28d03019fe079338e 1 દિલ્હીનાં આર્મી કેન્ટીનમાં લાગી આગ, ઘટનાસ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની 8 ગાડીઓ

દેશમાં એક તરફ કોરોનાવાયરસ અને તીડનો કેહર સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ હવે ભીષણ ગરમીનાં કારણે દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંતી આગની ઘટનાનાં સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજધાની દિલ્હીનાં છાવણી વિસ્તારમાં સવારે આગ ફાટી નીકળી હતી. જેના કારણે આસપાસનાં વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ જોવા મળ્યુ હતું. અત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. કેન્ટીનમાં સામગ્રી રાખવાના કારણે વધુ નુકસાન થવાની સંભાવના છે. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી.

ફાયર બ્રિગેડનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, તેઓને રવિવારે સવારે કેન્ટ વિસ્તારમાં સ્થિત આર્મી કેન્ટીનમાં આગ લાગવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ફાયરનાં આઠ ટેન્ડરો આગને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. સામાન્ય રીતે સેનાની કેન્ટીનમાં માલ ભરેલો હોય છે, જેના કારણે ભારે નુકસાનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેન્ટીન અને આસપાસની ઇમારતોને આગથી બચાવવાનું કામ ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ગરમી શરૂ થવાની સાથે જ આગ લાગવાના સમાચાર શરૂ થઈ જાય છે. થોડા દિવસો પહેલા દિલ્હીનાં રાજેન્દ્ર પ્લેસ વિસ્તારમાં એક શોરૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે દરમિયાન ફાયર બ્રિગેડે પણ આગને કાબૂમાં લેવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.