Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાના બીજો સ્ટ્રેન બાળકો માટે ખતરનાક

આખા દેશમાં કોરોનાના વધતા કેસની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ૬૦ ટકા અસર માત્ર મહારાષ્ટ્રમાં છે. માર્ચમાં લગભગ ૬ લાખના કોરોના કેસના વધારા સાથે ૧પ,પ૦૦ કોરોના સંક્રમણના કિસ્સાઓમાં ૧૦ વર્ષના બાળકો સામે આવ્યા છે. જ્યારે પ્રદેશમાં પ૦,૦૦૦ કિસ્સાઓમાં ૧૧થી૨૦ વર્ષના બાળકો સંક્રમિત થયા છે. જેનાથી બાળકોમાં બીજા સ્ટ્રેનની ખતરનાક અસરો થઇ રહી […]

Mantavya Exclusive India
child corona 1 1 મહારાષ્ટ્રમાં કોરોનાના બીજો સ્ટ્રેન બાળકો માટે ખતરનાક

આખા દેશમાં કોરોનાના વધતા કેસની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ૬૦ ટકા અસર માત્ર મહારાષ્ટ્રમાં છે. માર્ચમાં લગભગ ૬ લાખના કોરોના કેસના વધારા સાથે ૧પ,પ૦૦ કોરોના સંક્રમણના કિસ્સાઓમાં ૧૦ વર્ષના બાળકો સામે આવ્યા છે. જ્યારે પ્રદેશમાં પ૦,૦૦૦ કિસ્સાઓમાં ૧૧થી૨૦ વર્ષના બાળકો સંક્રમિત થયા છે. જેનાથી બાળકોમાં બીજા સ્ટ્રેનની ખતરનાક અસરો થઇ રહી છે તે ચિંતાનો વિષય છે. કેટલાય માતાપિતાઓ બાળકોની ચિંતાને લઇને રસીની માંગ કરી રહયા છે. અને હાલમાં સ્કુલો પણ નહી ખોલવાના પક્ષમાં છે.

child corona મહારાષ્ટ્રમાં કોરોનાના બીજો સ્ટ્રેન બાળકો માટે ખતરનાક

રાજધાનીમાં પણ બાળકોમાં કોરોનાનું સંક્રમણ
દિલ્હી સરકારના બાળ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોના કોરોના ટેસ્ટ કરાવવા માટે પહોચી રહ્યા છે. હવે તેમને ડર છે કે વિદેશી મ્યુટેશન અને દિલ્હીમાં ફેલાઇ રહેલા ડબલ મ્યુટેશનનો શિકાર તેમના બાળકો ન બને. કેટલાય માતાપિતાઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. તો બાળકોમાંથી કોરોના વાયરસના સેમ્પલ લેવા પણ ખુબ મુશ્કેલ છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે હવે બાળકોનું પણ રસીકરણ શરૂ થવું જોઇએ. કારણ કે આવનારી પેઢી કોરોનાથી સુરક્ષિત રહે.

બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ
હવે વયસ્કોની સાથે બાળકોના કોરોના સેમ્પલને જીનોમ સ્ટડી માટે મોકલવામાં આવી રહ્યા છે. એ શોધ કરવામાં આવી રહી છે કે ક્યાંક દિલ્હીમાં ફેલાઇ રહેલા વિદેશી સ્ટ્રેનથી બાળકો ઝડપવી અને વધારે સંખ્યામાં તો સંક્રમિત નથી થઇ રહ્યા ને. અમેરીકામાં કેટલાય રીસર્ચમાં સામે આવ્યુ છે જેમાં નવુ મ્યુટેશન બાળકો માટે ઘાતક છે. ભારતમાં પણ હજુ વધારે લક્ષણો જોવા નથી મળ્યા. પણ એ જરૂરી છે કે બાળકોના સ્વાસ્થય પર ધ્યાન રાખવામાં આવે. અને સંભવ બને તો વેક્સિન ટ્રાયલમાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવે. ખાસ વાત એ છે કે દિલ્હી સહીત અનેક રાજ્યોમાં સ્કુલો બંધ છે. પણ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં સંક્રમણ વધારે ઝડપથી ફેલાઇ શકે છે.

vaccine trail મહારાષ્ટ્રમાં કોરોનાના બીજો સ્ટ્રેન બાળકો માટે ખતરનાક

ક્યાં થઇ રહી છે બાળકોની વેક્સિન પર શોધ?
અમેરીકામાં ફાઇઝર કંપનીએ બાળકો પર 6775ની સંખ્યામાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ કર્યુ છે. હવે ભારતની સ્વ્દેશી કંપની ભારત બાયોટેક પણ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની વિશિષ્ટ સમિતિની સામે સીધા ત્રીજા ચરણના ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. જેમાં પાંચ વર્ષથી લઇને ૧૮ વર્ષના બાળકો અને યુવાનો પર વેક્સિનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કારણ કે ભારત હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી શકે અને ભારતના બાળકો પણ સુરક્ષિત્ થઇ જાય. તમને એ પણ જણાવી દઇએ કે ભારત બાયોટેકે નોઝલ વેક્સિનનું પણ ટ્રાયલ શરૂ કર્યુ છે. સંભવ છે કે બાળકોને વેક્સિન આપવાની જરૂર જ ન પડે અને નાકના મારફતે વેક્સિન આપવામાં આવે.

child strain મહારાષ્ટ્રમાં કોરોનાના બીજો સ્ટ્રેન બાળકો માટે ખતરનાક

બાળકોમાં ફેલાઇ રહ્યો છે બીજો સ્ટ્રેન
એવુ નથી કે બાળકોનું સ્વાસ્થય કોરોનાને લીધે બગડતું નથી કે બાળકોમાં કો-મોવિડ એટલે કે અનેક પ્રકારની બિમારીઓ એક સાથે નથી હોતી. બાળકોમાં પણ ડાયાબિટિઝ મળી આવ્યુ છે. હાઇપરટેંશન અને કેટલાય પ્રકારની બિમારીઓ પણ. આવા બાળકો ગંભીર લક્ષણોના શિકાર બની શકે છે અને એટલા માટે જરૂરી છે કે બાળકો માટે પણ વેક્સિન ટ્રાયલ થાય કારણ કે બાળકો સુરક્ષિત બની જાય. જો બાળકોમાં લક્ષણો ઓછા જોવા મળે છે તો પણ તેઓ સંક્રમણ ફેલાવી શકે છે. અને એટલા માટે બાળકોનું રસીકરણ ખુબ જ જરૂરી છે.

વેક્સિનને લઇને રાજ્યોને પણ સૂચના
સ્વાસ્થય મંત્રાયલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપીલ કરી છે કે વેક્સિનની બર્બાદી એક ટકાથી ઓછી થવી જોઇએ. વેક્સિનની કમી ન હોવાનો વિશ્વાસ આપવાની સાથે કેન્દ્ર સ્વાસ્થય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને કહ્યુ છે કે તેઓ એવા જીલ્લાઓમાં અભિયાને ઝડપી બનાવે જ્યાં હજુ સુધી વેક્સિનશેન ઓછું થયુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ વાચકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ