Not Set/ બાળકોના શારિરીક અને માનસિક સ્વાસ્થય પર ધ્યાન આપવું જરૂરી

બાળકોની સાર સંભાળ લેવી જરૂરી છે,

Lifestyle
child 1 બાળકોના શારિરીક અને માનસિક સ્વાસ્થય પર ધ્યાન આપવું જરૂરી

કોરોના દરમિયાન સૌથી કપરી સ્થિતી બાળકોની હતી, બાળમાનસ દુનિયામાં કે આસપાસના વાતાવરણમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકવા અસમર્થ હતું. પરિણામે તેઓ લાંબો સમય સુધી ઘરમાંજ રહેવાના કારણે પરેશાન થઇ ગયા હચા. તેમના માટે આજની પરિસ્થિતીમાં પણ કોઇ ઝાઝો ફેર નથી. ઉપરાંત કોરોનાની સંભવિત લહેરને લઇને માતા-પિતા, વાલો બાળકોના સ્વાસ્થયને લઇને ચિંતામાં છે. જેના કારણે બાળકોના માનસિક સ્વાસ્થય પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. બાળકોને શારીરિક રીતે સ્વસ્થ રાખવાની સાથે નસિક રીતે સ્વસ્થ અને પ્રફુલ્લિત રાખવા જરૂરી છે.
ઉર્જાવંત વાતાવરણ
સવારનો કૂણો અને હૂંફાળો ડકકો તમારા મનને તાજગી આપશે. બાળકોને સવારે હૂંફાળા તડકાનો આનંદ માણંતા શીખો. ચાર દિવાલોની બહાર એટલે કે, ગેલેરી, ઓસરી, છત, ઘરના બગીચામાં બાળકો સાથે સવારનો સમય વીતાવો. ઉંધવાનો અને ઉઠવાનો સમય નક્કી રાખો. માનસિક થાક માત્ર મોટા જ નહીં બાળકો પણ અનુભવે છે. માટે રાત્રે સુતા પહેલા હળવું સંગીત સાંભળો, બાળકોને તેમના ગમતા ગીતો સંભળાવો, વાર્તા કહો, એટલુ યાદ રાખો બાળકો હળવા મન સાથે સુઇ જશે તો જ તેમની સવાર સારી હશે.
વ્યાયમ અને આહાર
સંશોઘનના આધારે સાબિત થાય છે કે, વ્યાયામ કરવાથી મગજમાંથી જે હોર્મોન રીલિઝ થાય છે, તે વ્યક્તિના શારીરિક સ્વાસ્થયમાં તો સુધારો કરે જ છે પણ સાથે માનસિક સ્વાસ્થય પણ મજબૂત કરે છે. સાથે જ બાળકોની ઇમ્યુનિટીમાં વધારો થશે અને શારીરિક રીતે સક્રિયતા અનુભવશે. વ્યાયામ ઉપરાંત આહાર ઉપર ખાસ ધ્યાન આપો. હવે ચોમાસાની સીઝન છે. આ ઋતુમાં બાળકોમાં ફ્લુ અને પાચનતંત્રને લગતી બીમારીઓ મહત્તમપ્રમાણમાં જોવા મળતી હોય છે. તેથી બાળકોને પ્રોટીનની સાથે વિટામીન સી સભર ફૂડ અને ડ્રીંક આપો, લીંબુ શરબતની આદત પાડો.
હેલ્પફૂલ બનાવો
બાળકોમાં મદદની ભાવના હોવી જરૃરી. ઘરમાં વડીલોની હેલ્પ કરતા શીખવાડો, આમ કરવાથી તેમનામાં મદદની ભાવના અને આભારની લાગણી વિકસશે. અન્યોના સકારાત્મક અભિગમ વિશે બાળકો સાથે વાત કરો.
વાતચીતનો તંતુ સાધો
બાળકો સાથે કામ વગર પણ વાતો કરવાની રાખો. હળવી વાતો કરવાથી તેમનું ચીત્તમન તાજગી અનુભવશે. મિત્રો, સ્નેહીજનો સાથે બાળકોને વીડિયો કોલિંગના માધ્યમથી વાતો કરાવો. અને યાદ રાખો બાળકો જ્યારે પણ પોતાની વાત કરે ત્યારે તેને ધ્યાનથી સાંભળો.
સારી આદતોની ચર્ચા કરો
બાળકોને વધારે રોકટોક કરવી જરૂરી નથી. બાળકો નિશ્ચિત સમય માટે મોબાઇલ પર કાર્ટૂન, રાઇમ્સ, વીડિયો, સ્ટોરી જોવાની છૂટ આપો. ત્યારબાદ તેમણે જે વીડિયો જોયો છે તેમાં શું બન્યું અને એ વીડિયોમાંથી તેમણે શું સમજ મેળવી તેની ચર્ચા કરો. આ રીતની ચર્ચાથી બાળકોમાં વૈચારિક શક્તિ, ચર્ચાની મહત્વત્તા અને ક્ષમતાનો વિકાસ થશે