Not Set/ સાંસદ, મંત્રીઓ, ડે.મેયર અને ઉમેદવાર સહીત અનેક કોરોના સંક્રમિત, જાણો કયા નેતાઓ ફસાયા કોરોનાના સકંજામાં 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સહીત ભાજપના જ મંત્રી મંત્રી સૌરભ પટેલ,  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ બાદ હવે શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર પણ કોરોના સંક્રમિત બન્યા છે. આજે સવારે રિપોર્ટ કઢાવતા પોઝીટીવ આવ્યા છે. અને હોમ આઈસોલેટ થયા છે.

Top Stories Gujarat Others
વ૨ 11 સાંસદ, મંત્રીઓ, ડે.મેયર અને ઉમેદવાર સહીત અનેક કોરોના સંક્રમિત, જાણો કયા નેતાઓ ફસાયા કોરોનાના સકંજામાં 
  • અમદાવાદ મનપાના ડે. મેયર કોરોનાગ્રસ્ત
  • શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર કોરોના સંક્રમિત 
  • મંત્રી ગણપત વસાવા અને તેમના પત્ની કોરોના પોઝીટીવ 
  • પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોના પોઝીટીવ 
  • ગાંધીનગર મનપાના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમાં પણ ચૂંટણી અને રાજકીય કાર્યક્રમોમાં બિન્દાસ ફરતા નેતાઓને કોરોના હાલ તો પોતાના સકંજામાં લઇ રહ્યું છે. એક પછી એક ભાજપના નેતાઓ, મંત્રીઓ, અને સાંસદો અને ટૂંક સમયમાં યોજવા જઈ રહેલી ગાંધીનગર મનપાની ચૂંટણીના ઉમેદવારો પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સહીત ભાજપના જ મંત્રી મંત્રી સૌરભ પટેલ,  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ બાદ હવે શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર પણ કોરોના સંક્રમિત બન્યા છે. આજે સવારે રિપોર્ટ કઢાવતા પોઝીટીવ આવ્યા છે. અને હોમ આઈસોલેટ થયા છે. તો ભાજપના જ મંત્રી ગણપત વસાવા અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત બન્યા છે. તો સાથે ભાજપના જ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને કોરોના પોઝીટીવ આવ્યો છે. ભરતસિંહ ડાભીએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. અને સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

જયારે ગાંધીનગર મનપા વોર્ડ ન. 10 ના ભાજપના ઉમેદવાર પણ પોઝિટિવ આવ્યા છે. પૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્ર પટેલ 10 નંબરના  વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. બે દિવસ પહેલા હળવો તાવ અને ઉધરસ ની તકલીફ હતી ત્યારે વોર્ડ ની બેઠક માં હાજર હતા. અને આજે તકલીફ વધી જતા કોરોના રીપોર્ટ કઢાવ્યો હતો, અને જે પોઝીટીવ આવ્યો છે.

મંત્રી આર સી ફળદુ ના ડ્રાઇવર અને તેમની સાથે રહેનાર અંગત પીએ અને  ઓફિસ ના ટાઇપીસ્ટ પણ કોરોના પોઝીટીવ મળી આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. મોટી સંખ્યામાં નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં વકરેલા કોરોનાએ ઘણા નેતાઓને પોતાની ચપેટમાં લીધા છે. વિધાનસભા સત્ર દરમિયાન એક જ દિવસમાં ૯ જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. અને ત્યાર બાદ આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તો અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા ૩ લાખને પાર પહોંચી ચુકી છે. જયારે હાલમાં પ્રતિદિન 2000 કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગતરોજ 2800 કરતા વધુ કેસ સામે આવ્યા હતા.