Not Set/ જનતાના પૈસા પર કોઇનો પંજો નહીં પડવા દઉ: PM મોદીનું વીડિયો કોન્ફરન્સથી સંબોધન

નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલ દરેક રાજકીય પક્ષોએ દેશના દરેક રાજ્યોમાં તેનો પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે રવિવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સાંજે પાંચ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મૈ ભી ચોકીદાર’ અભિયાન અંતર્ગત વીડિયો કોન્ફરન્સ કરીને સમર્થકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર દેશમાં આશરે 500થી પણ વધારે સ્થળો પર આ પ્રકારે […]

Top Stories India Politics
Modi 12121 જનતાના પૈસા પર કોઇનો પંજો નહીં પડવા દઉ: PM મોદીનું વીડિયો કોન્ફરન્સથી સંબોધન

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલ દરેક રાજકીય પક્ષોએ દેશના દરેક રાજ્યોમાં તેનો પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે રવિવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સાંજે પાંચ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મૈ ભી ચોકીદાર’ અભિયાન અંતર્ગત વીડિયો કોન્ફરન્સ કરીને સમર્થકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર દેશમાં આશરે 500થી પણ વધારે સ્થળો પર આ પ્રકારે દેશ માટે કંઇક કરવાના પ્રયાસો કરી રહેલા દેશનાં સન્માનમાં જ પોતાનો ગર્વ અનુભવ કરનારા લાખો લોકો સાથે ટેકનીકલ માધ્યમથી મને મળવાનું સૌભાગ્ય મળ્યું છે.

વડાપ્રધાનના સંબોધનના કેટલાક અંશો

આલોચકોએ મારી પ્રસિદ્વિ વધારી

મોદી મોદીના ગુંજતા નારા વચ્ચે તેમણે કહ્યું હતું કે 2013-14માં જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી, હું દેશ માટે નવો હતો. આલોચકોએ મારી પ્રસિદ્ધી વધારી હતી, હું તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરુ છુ કારણ કે તેમનાં કારણે જ જનતામાં ઉત્સુક્તા પેદા થઇ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના ચિરપરિચિત અંદાજમાં ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરાવી હતી.

ચોકીદાર એક સ્પિરિટ છે, એક ભાવના છે
ચોકીદાર ન કોઇ ચોક્કસ વ્યવસ્થા છે, ન કોઇ યુનિફોર્મની ઓળખ છે ન કોઇ ઉંબર પર બંધાયેલું છે. ચોકીદાર એ એક પ્રકારની સ્પિરિટ છે, એક ભાવના છે.

જનતાના પૈસા પર કોઇનો પંજો નહીં પડવા દઉ

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, હું દેશની જનતાના પૈસા પર કોઇનો પંજો નહી પડવા દઉ. તેમણે કહ્યું કે, એક ચોકીદાર તરીકે મે મારી જવાબદારી નિભાવીશ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકોનો વિકાસ નથી થતો અને આ વિકાસ બૌદ્વિક સ્તર પર જ અટકી જાય છે.

સમર્થકોને કહ્યું: મને ખુશી છે કે ચોકીદારનો ભાવ નિરંતર વિસ્તાર થતો જઈ રહ્યો છે.

મોદીએ સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે, 2014માં બીજેપીએ મને જવાબદારી સોંપી ત્યારબાદ મને દેશના ખૂણે-ખૂણે જવાની તક મળી. ત્યારે મેં દેશના લોકોને કહ્યું હતું કે તમે દિલ્હીની જવાબદારી જે મને આપી રહ્યા છો તેનો અર્થ છે કે તમે એક ચોકીદાર બેસાડી રહ્યા છો. મને વિશ્વાસ છે કે દેશની જનતા ચોકીદાર પસંદ કરે છે. દેશની જનતાને રાજા-મહારાજાઓની જરૂર નથી અને તેથી મને ખુશી છે કે ચોકીદારનો ભાવ નિરંતર વિસ્તાર થતો જઈ રહ્યો છે.

નોંધનીય છે કે આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સાંજે 5 કલાકે શરૂ થયો હતો. જ્યાં 5 હજારથી પણ વધારે લોકોનો જમાવડો થયો હતો. આ ઉપરાંત દેશના અલગ-અલગ શહેરોમાં પીએમ સાથેના સંવાદ માટે 500 બૂથ પણ બનાવવામાં આવ્યા હતા. જેની પર ભાજપના વરિષ્ઠ નેતા, પદાધિકારી અને કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા.