Not Set/ કોલકાતા વિરુદ્વ સુપરઓવરમાં યોર્કર પર કાગિસો રબાડાનો ખુલાસો, જાણો શું હતું કારણ?

નવી દિલ્હી, દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં રમાયેલી સુપરઓવર રોમાંચક રહી હતી. દિલ્હીના ઝડપી બોલર કાગિસો રબાડાએ સુપરઓવરમાં ઘાતક બોલિંગ કરીને દિલ્હીને જીત અપાવી હતી. સુપરઓવરથી ચર્ચિત થયેલી રબાડાની બોલિંગ તકનિક વિશે તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે આંદ્રે રસેલ જેવા મોટા શોટ ફટકારનાર ખેલાડી વિરુદ્વ ધીમી ગતિએ બોલિંગ કરવી તેમજ બાઉન્સર નાખવો એ જુગાર […]

Uncategorized
RABADA કોલકાતા વિરુદ્વ સુપરઓવરમાં યોર્કર પર કાગિસો રબાડાનો ખુલાસો, જાણો શું હતું કારણ?

નવી દિલ્હી,

દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં રમાયેલી સુપરઓવર રોમાંચક રહી હતી. દિલ્હીના ઝડપી બોલર કાગિસો રબાડાએ સુપરઓવરમાં ઘાતક બોલિંગ કરીને દિલ્હીને જીત અપાવી હતી. સુપરઓવરથી ચર્ચિત થયેલી રબાડાની બોલિંગ તકનિક વિશે તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે આંદ્રે રસેલ જેવા મોટા શોટ ફટકારનાર ખેલાડી વિરુદ્વ ધીમી ગતિએ બોલિંગ કરવી તેમજ બાઉન્સર નાખવો એ જુગાર રમવા જેવું છે કે જેને તે આસાનીથી સીમા રેખાને પાર પહોંચાડી શકે છે. તેથી જ તેની સામે યોર્કરનો સહારો લેવો એ બહેતર નિર્ણય હતો.

જીત માટે 186 રનના લક્ષ્યાંકની નજીક પહોંચેલી દિલ્હી ટીમ કુલદીપ યાદવની અંતિમ ઓવરમાં 6 રન ના બનાવી શકી જેને કારણે મેચ સુપરઓવર સુધી ખેંચાઇ હતી. સુપરઓવરમાં દિલ્હીની ટીમ માત્ર 10 રન બનાવી શકી હતી પરંતુ દિલ્હીની જીત થશે તેવો રબાડામાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો હતો.

તેમણે શનિવારે મેચ પછી યોજાયેલી કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમારે કઇ પ્રકારની બોલિંગ કરવી જોઇએ એ અંગે અમે દ્વિધામાં હતા. અમે બાઉન્સરનું વિચારી રહ્યા હતા અને ધીમી ગતિની બોલિંગ નુકસાનકારક સાબિત થઇ શકતી હતી. તેથી જ મને લાગ્યું કે યોર્કર કરવો ઉચિત રહેશે.

રબાડાનો આ નિર્ણય સાચો રહેતા તેમણે ધુંઆધાર બેટ્સમેન રસેલની મિડલ સ્ટમ્પ જ ઉખાડી તેને આઉટ કર્યો હતો. પહેલા તે લેંથ બોલ નાખવાનું વિચારી રહ્યો હતો પરંતુ તેમાં તે શોટ મારે તેવી સંભાવના હોવાથી તેને અંતે બન્ને બોલ યોર્કર નાખવાનો નિર્ણય લીધો હતો.

અનેક બોલરોએ યોર્કરથી બેટ્સમેનને ચકિત કર્યા

રબાડાએ કેટલાક મહાન બોલરોનું ઉદાહરણ આપીને તેઓ યોર્કરનો ઉપયોગ કરીને બેટ્સમેનોને અચંબિત કરતા હોવાની વાત કહી હતી. એમ્બ્રોસ, અકરમ, વકાર યૂનુસ વિકેટ લેવા અને બેટ્સમેનને ચકિત કરવા માટે યોર્કરનો ઉપયોગ કરતા હતા. બેટ્સમેનને યોર્કર બોલની ખબર હોવા છતાં તેઓ તેને રમવા માટે અસમર્થ રહેતા હતા. મલિંગા અને બુમરાહ જેવા બોલરો માટે યોર્કર એક સ્વાભાવિક બોલ જ છે. પરંતુ આપ અભ્યાસની સાથે યોર્કર શીખી શકો છો.